Mar 26, 2024

નિર્વિચાર-By અનિલ શુક્લ

 

ધર્મશાળા કહો કે કેદખાનું- તે ઘરને,સ્થાયી થઇ ત્યાં કોઈ રહી ના શકે,
કરવટો બદલો ગમે તેટલી પણ શાંતિની નીંદ ત્યાં કેમે કરી મળી શકે?

રણમાં બનાવી ઘર કે જંગલોમાં જઈ-જેને ખોળવાની તમન્નાઓ હતી,
એક દિ' છોડવું પડશે-વિચાર્યું એમ  -તો 'એ' પાસમાં જ બેઠેલો હતો.

ખોળતા હતા જે નયન,'તે'ને ચોતરફ,તે જ નયનોમાં જ 'તે' બેઠેલો હતો.
વિચાર કરીને 'તે' ને કહેવો કેવી  રીતે? નિર્વિચાર અવસ્થામાં 'તે' મળ્યો હતો.

અનિલ
ફેબ્રુઆરી,૨,૨૦૧૯

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com