અધ્યાય-૨૪-ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ
II धृतराष्ट्र उवाच II केषां प्रद्रष्टास्त्रत्राग्रे योधा युध्यंति संजय I उदग्रमनसः के वा के वा दीना विचेतस: II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,આ હૃદયને કંપાવી નાખે એવા યુદ્ધમાં પ્રથમ કોના યોદ્ધાઓ મોટા આનંદથી યુદ્ધ કરતા હતા?
કોના મન ઊંચાં થઇ ગયાં હતાં? પ્રથમ કોણે પ્રહાર કર્યો હતો? કોની સેનામાં સુગંધ પ્રસરતી હતી અને પુષ્પો
તાજાં દેખાતાં હતાં? કયા પક્ષના ગર્જના કરતા યોદ્ધાઓની શુભ વાણી નીકળતી હતી?
સંજયે કહ્યું-ત્યાં બંને સેનાના યોદ્ધાઓ તે સમયે આનંદમાં હતા તથા બંને સેનામાં પુષ્પમાળાઓ સરખી જ પ્રફુલ્લિત થઈને સુગંધ પ્રસરાવતી હતી.વ્યૂહરચનામાં ગોઠવાયેલી તે બંને સેનાઓ જયારે એકમેકની પાસે આવી પહોંચી ત્યારે ત્યાં મોટી ઠઠ્ઠ જામી હતી.શંખો અને ભેરીના શબ્દોથી મિશ્રિત થયેલો વાદિત્રોનો તુમુલ ધ્વનિ થતો હતો અને તેમાં એકબીજાની સામે ગર્જના કરતા રણશૂરાઓનો શબ્દ વધારો કરતો હતો.એકબીજાની સામે દ્રષ્ટિ કરતા યોદ્ધાઓનો,ગર્જના કરતા હાથીઓનો અને આનંદમાં આવી ગયેલાં બે સૈન્યોનો સંગમ ઘણો આશ્ચર્યકારક થઇ પડ્યો હતો.(7)
અધ્યાય-24-સમાપ્ત