અધ્યાય-૨૫-અર્જુનવિષાદ યોગ(શ્રીમદ ભગવદ્ ગીતા)
II नीलकंठ II प्रणम्य भगवत्पादान श्रीधरादिश्च सदगुरून I संप्रदायानुसारेण गीताव्याख्यां समारभे II १ II
હું નીલકંઠ,શ્રી શંકરાચાર્યને તથા શ્રીધર આદિ સદ્દગુરુઓને પ્રણામ કરીને,સંપ્રદાયને અનુસરતું ગીતાનું વ્યાખ્યાન આરંભું છું.
શ્રી મહાભારતમાં સર્વ વેદોના અર્થનો સમાવેશ કરેલો છે અને મહાભારતના અર્થનો ગીતામાં સમાવેશ કરેલો છે,માટે ગીતાને સર્વ શાસ્ત્રમય માણેલી છે(2)કર્મ,ઉપાસના અને જ્ઞાન-આવા ભેદથી આ ગીતશાસ્ત્ર ત્રણ કાંડના સ્વરૂપવાળું છે,અને વળી બીજા કેટલાક આચાર્યો માને છે કે-ગીતામાં કર્મકાંડ અને ઉપાસનાકાંડ એ બે જ કાંડો આવે છે.(જ્ઞાનકાંડ નહિ)(3)
'જે ઉપાસ્ય (દેવો આદિ?) છે તે બ્રહ્મ નથી,એમ તારે જાણવું પરંતુ જે વેદ્ય છે તે જ બ્રહ્મ છે' આ વેદવાક્યને
અનુસરીને જ આ ગીતશાસ્ત્રમાં વેદ્ય-પર-બ્રહ્મને,ઉપાસ્ય-ઉપાસના કરવા યોગ્ય પુરુષથી ભિન્ન કહયા છે.(4)
આ ગીતશાસ્ત્ર અઢાર અધ્યાયમાં રચેલું છે,તેના છ છ અધ્યાયોના ત્રણ વિભાગોમાં અનુક્રમે,
કર્મકાંડ,ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ-એમ ત્રણ કાંડો કહેવામાં આવ્યા છે (5)
(નોંધ-અહીંથી ભગવદ્દગીતા-અધ્યાય-1-ની શરૂઆત થાય છે)
धृतराष्ट्र उवाचः धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः । मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥१॥
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું ?
संजय उवाच-दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा । आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् ॥२॥
સંજય બોલ્યા-હે રાજન, પાંડવોની સેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને બોલ્યા.
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् । व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥३॥
હે આચાર્ય,આપના શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા ગોઠવાયેલી પાંડવોની આ વિશાળ સેનાને તમે જુઓ.
अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि । युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥४॥
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् । पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ॥५॥
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् । सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥६॥
એમાં ભીમ અને અર્જુનના સમાન યુયુધાન (સાત્યકિ), રાજા વિરાટ, મહારાજા દ્રુપદ,ધૃષ્ટકેતુ,ચેકિતાન,
કાશીરાજ,પુરુજિત,કુંતીભોજ તથા નરશ્રેષ્ઠ શૈબ્ય જેવા કેટલાય પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ છે.પરાક્રમી યુધામન્યુ,
વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના પાંચ પુત્રો-એ બધા મહારથીઓનો સમાવેશ થાય છે(૬)
अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम । नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते ॥७॥
भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिंजयः । अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ॥८॥
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः । नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥९॥
હવે હે દ્વિજોત્તમ,આપણી સેનાના યોદ્ધાઓ વિશે હું તમને કહું. આપણી સેનામાં તમારા ઉપરાંત,
પિતામહ ભીષ્મ,કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા,વિકર્ણ જયદ્રથ અને સૌમદત્ત જેવા મહાન યોદ્ધાઓ છે.
એમના સિવાય આપણી સેનામાં યુદ્ધકળામાં નિપુણ હોય,શસ્ત્રાસ્ત્રવિદ્યામાં માહિર હોય એવા
અનેક યોદ્ધાઓ છે,જેઓ મારે માટે પોતાના જાનની બાજી લગાવવા તૈયાર છે. (૭-૮-૯)
अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् । पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥१०॥
પિતામહ ભીષ્મ દ્વારા રક્ષાયેલ આપણી સેનાનું બળ અસીમ અને અખૂટ છે,
જયારે આપણી સાથેની તુલનામાં,ભીમ દ્વારા રક્ષાયેલી પાંડવોની સેનાનું બળ સીમિત છે. (૧૦)
अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः । भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥११॥
એથી સર્વ યોદ્ધાઓ, પોતપોતાના નિયુક્ત કરેલ સ્થાન પર રહી
સર્વ પ્રકારે આપણા સેનાપતિ એવા પિતામહ ભીષ્મની રક્ષા કરો. (૧૧)
तस्य संजनयन्हर्षं कुरुवृद्धः पितामहः । सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥१२॥
ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः । सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत् ॥१३॥
તે સમયે વરિષ્ટ કુરુ એવા પિતામહ ભીષ્મે જોરથી સિંહનાદ કર્યો અને શંખનાદ કર્યો,જેથી દુર્યોધનના હૃદયમાં હર્ષની
લાગણી થઈ.તે પછી અનેક મહારથીઓએ પોતાના શંખ,ભેરીઓ,નગારા,ઢોલ વગેરે વગાડ્યા. (૧૨-૧૩)
ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ । माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥१४॥
એ બધાના સ્વરોથી વાતાવરણમાં ભયાનક નાદ થયો.એ સમયે સફેદ ઘોડાઓથી શોભતા ભવ્ય રથમાં
વિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુને પોતપોતાના દિવ્ય શંખ વગાડ્યા. (૧૪)