अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च ।निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी ॥१३॥
संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः ।मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥१४॥
જે સર્વ ભૂતો(પ્રાણીઓ)નો દ્વેષ નથી કરતો પરંતુ સર્વનો મિત્ર છે,જે કરુણામય છે,જે મમતા રહિત છે,જે અહંકાર રહિત છે,
જે સુખ દુઃખમાં સમાન ભાવ રાખે છે,જે ક્ષમાવાન છે,જે સદા સંતુષ્ટ રહે છે,જે સ્થિર ચિત્ત છે,જેનું મન સંયમિત છે,
જે દઢ નિશ્વયી છે અને જેણે પોતાનું મન તથા બુદ્ધિ મને અર્પણ કર્યાં છે એવો મારો ભક્ત મને પ્રિય છે.(૧૪)
यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः ।हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः ॥१५॥
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः ।सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥१६॥
જેનાથી લોકોને સંતાપ થતો નથી તથા લોકોના સંસર્ગથી જેને સંતાપ થતો નથી,તેમજ જે હર્ષ,અદેખાઈ,
ભય તથા ઉદ્વેગથી મુક્ત છે તે મને પ્રિય છે.મારો જે ભક્ત સ્પૃહારહિત,આંતર-બાહ્ય રીતે પવિત્ર,દક્ષ,
ઉદાસીન,વ્યથારહિત અને સર્વ આરંભનો ત્યાગ કરનારો છે તે મને પ્રિય છે.(૧૬)
यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति ।शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः ॥१७॥
समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः ।शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः ॥१८॥
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् ।अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः ॥१९॥
જે હર્ષ પામતો નથી,જે દ્વેષ કરતો નથી,જે ઈચ્છા કરતો નથી,જે શુભ અને અશુભનો ત્યાગ કરનારો
ભક્તિમાન છે તે મને પ્રિય છે.જે શત્રુ તથા મિત્રમાં સમાનભાવ રાખે છે,માન-અપમાનમાં સમ છે,ટાઢ-તડકો,
સુખ-દુઃખમાં સમ છે,તથા સંગથી રહિત (આસક્તિ વગરનો) છે અને જે નિંદા-સ્તુતિમાં સમાનતાથી વર્તે છે,
જે મૌન ધારણ કરેછે,જે કંઈ મળે તેમાં સંતુષ્ઠ રહેછે,જેનો નિવાસ સ્થિર નથી (સ્થળની આસક્તિ નથી)
જેની બુદ્ધિ સ્થિર છે તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે.(૧૮,૧૯)
ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते ।श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॥२०॥
પરંતુ મારામાં શ્રદ્ધા રાખીને અને મારા પરાયણ થઈને મારા જે ભક્તો અત્યાર સુધીમાં
વર્ણવેલા ધર્મ રૂપ અમૃતનું સેવન કરેછે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.(૨૦)
અધ્યાય-૩૬-ભક્તિયોગ-સમાપ્ત (ગીતા-૧૨-ભક્તિ યોગ-સમાપ્ત)