प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि ।विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसंभवान् ॥१९॥
कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते ।पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥२०॥
ક્ષેત્રરૂપ પરાપ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞરૂપ અપરા પ્રકૃતિ બંનેને પણ તું નિત્ય જ જાણ,તથા વિકારો અને ગુણોને
પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા તું જાણ.કાર્યકારણના કર્તાપણામાં પ્રકૃતિ કારણ કહેવાય છે.
સુખ-દુઃખોના ભોક્તાપણામાં ક્ષેત્રજ્ઞ આત્મા કારણ કહેવાય છે.(૨૦)
पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान्गुणान् ।कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ॥२१॥
उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः ।परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुषः परः ॥२२॥
य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह ।सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ॥२३॥
ક્ષેત્રજ્ઞ પ્રકૃતિમાં રહેલો,પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સુખદુઃખાદિક ગુણોને ભોગવે છે.એ પુરુષના સારીનરસી યોનિમાં
જન્મનું કારણ ગુણનો સંગ જ છે.આ દેહમાં,સર્વ ભિન્ન પુરુષ સાક્ષી અને અનુમતિ આપનારો ભર્તા અને ભોક્તાને,
મહેશ્વર અને પરમાત્મા એ નામ વડે પણ કહ્યો છે.જે,ઉપરોક્ત પ્રકારે,ક્ષેત્રજ્ઞને,સર્વ વિકારો સહિત
પ્રકૃતિને જાણે છે,તે સર્વ પ્રકારે વર્તતો હોવા છતાં ફરીથી જન્મ પામતો નથી. (૨૪)
ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना ।अन्ये सांख्येन योगेन कर्मयोगेन चापरे ॥२४॥
अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ॥२५॥
કેટલાક ધ્યાન વડે હૃદયમાં આત્માને શુદ્ધ અંત:કરણ વડે જુવે છે.કેટલાક સાંખ્યયોગ વડે અને બીજાઓ
કર્મયોગ વડે પોતામાં આત્માને જુવે છે.વળી બીજા એ પ્રમાણે આત્માને નહિ જાણતાં છતાં બીજાઓથી
શ્રવણ કરી આત્માને ઉપાસે છે.તેઓ પણ ગુરુ ઉપદેશ શ્રવણમાં તત્પર રહી મૃત્યુને તરી જાય છે.
यावत्संजायते किंचित्सत्त्वं स्थावरजङ्गमम् ।क्षेत्रक्षेत्रज्ञसंयोगात्तद्विद्धि भरतर्षभ ॥२६॥
समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् ।विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ॥२७॥
સ્થાવર અને જંગમ,કોઈ પણ પ્રાણી,ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના સંયોગથી પેદા થાય છે.(૨૬)વિનાશ પામનારાં
સર્વ ભૂતોમાં સમભાવે રહેલા અવિનાશી પરમેશ્વરને જે જુવે છે તે યથાર્થ જુવે છે.અને તે જ ખરો જ્ઞાની છે.(૨૭)
समं पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् ।न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ॥२८॥
प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः ।यः पश्यति तथात्मानमकर्तारं स पश्यति ॥२९॥
સર્વત્ર સમભાવે રહેલા ઈશ્વરને ખરેખર સમભાવે જોતો પુરુષ આત્મા વડે આત્માને હણતો નથી.
તેથી પરમગતિને પામે છે.(૨૮) તથા 'પ્રકૃતિ વડે જ સર્વ પ્રકારે કર્મો કરાય છે' એમ જે જુવે છે,
તેમજ 'આત્માને અકર્તા' જુવે છે તે યથાર્થ જુવે છે.(૨૯)
यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति ।तत एव च विस्तारं ब्रह्म संपद्यते तदा ॥३०॥
अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्ययः ।शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ॥३१॥
જયારે મનુષ્ય સર્વ ભૂતોના ભિન્નપણાને એક આત્મામાં રહેલો જુવે છે તથા આત્માથી તે ભૂતોના
વિસ્તારને જુવે છે, ત્યારે બ્રહ્મરૂપને પામે છે.હે કાંન્તેય ! અનાદિ નિર્ગુણ હોવાથી આ પરમાત્મા અવિકારી છે,
તે દેહમાં હોવા છતાં પણ કંઈ કરતા નથી તથા કશાથી લેપાતા નથી.(૩૧)
यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते ।सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ॥३२॥
यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः ।क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॥३३॥
क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा ।भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ॥३४॥
જેમ સર્વવ્યાપક આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતું નથી.તેમ,સર્વ દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી.(૩૨)
હે ભારત,જેમ,એક સૂર્ય આ સર્વ લોકને પ્રકાશિત કરે છે તેમ,ક્ષેત્રજ્ઞ સર્વ ક્ષેત્રને પ્રકાશિત કરે છે.(૩૩)
જેઓ, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞના ભેદ ને એ પ્રમાણે જ્ઞાનરૂપી નેત્રો વડે અને ભૂતોના મોક્ષને કારણરૂપ જાણે છે,
તેઓ બ્રહ્મને પામે છે.(૩૪)
અધ્યાય-૩૭-જ્ઞાનકાંડ-ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ સમાપ્ત (ગીતા-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગયોગ-સમાપ્ત)