Aug 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-907

 

ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः ॥१८॥

नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति ।गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति ॥१९॥

गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् ।जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते ॥२०॥

જે સત્વગુણી હોય છે તેઓ દેવોની યોનિમાં જાય છે. રજોગુણી મનુષ્ય યોનિમાં જાય છે અને તમોગુણી કનિષ્ટ ગુણમાં 

રત રહી પશુ યોનિ પામે છે.(૧૮)જીવાત્મા જયારે આ ત્રણે ગુણોથી ભિન્ન કર્તા બીજા કોઈ નથી એમ સમજે છે 

અને પોતાના ગુણોને અતીત સમજે  છે ત્યારે તે મારા સ્વરૂપ ને પામે છે.જીવ દેહ દ્વારા ઉત્પન્ન થયેલા ત્રણે ગુણોને 

અતિક્રમી જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે દુઃખોથી મુક્ત થઇ મોક્ષને પ્રાપ્ત કરે છે.(૨૦)

अर्जुन उवाच--कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो ।किमाचारः कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ॥२१॥

અર્જુન કહે છે-હે પ્રભો,આ ત્રણે ગુણોનો ત્યાગ કરીને આગળ વધેલા જીવને કેવી રીતે જાણવો? 

તેનો આચાર કેવો હોય ? અને તે ત્રણે ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે?(૨૧)


श्री भगवानुवाच--प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव ।न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति ॥२२॥

उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते ।गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते ॥२३॥

શ્રી ભગવાન કહે છે-હે પાંડવ ! જે જ્ઞાન,કર્મવૃત્તિ અને અજ્ઞાન પ્રાપ્ત થવા છતાંય દ્વેષ કરતો નથી અને 

તેનો નાશ થતાં તેની કામના કરતો નથી.(૨૨)જે ઉદાસીન રહી એ ત્રણે ગુણોથી વિકાર પામતો નથી 

અને ગુણો જ કર્તા છે એમ માની સ્થિર રહે છે,પોતે કંઈ જ કરતો નથી.(૨૩)


समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः ।तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ॥२४॥

मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः ।सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते ॥२५॥

જે સુખ-દુઃખને સમાન ગણે છે, આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે, માટી, પથ્થર અને સોનાને સમાન ગણે છે,

પ્રિય અને અપ્રિય ને સમાન ગણે છે, નિંદા અને સ્તુતિને સમાન ગણે છે અને જે ધીરજ વાળો છે.(૨૪) 

જેને માટે માન-અપમાન સમાન છે, જે મિત્ર અને શત્રુને સમાન ગણે છે અને 

જેણે સર્વ કર્મોનો પરિત્યાગ કર્યો છે,તે ગુણાતીત કહેવાય છે.(૨૫) 


मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते ।स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ॥२६II

ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च ।शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥२७॥

જે એકનિષ્ઠ ભક્તિથી મારી સેવા કરે છે, તે આ ત્રણે ગુણોને શ્રેષ્ઠ રીતે જીતી બ્રહ્મસ્વરૂપ થવાને યોગ્ય 

બને છે.કેમ કે અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મનું, સનાતન ધર્મનું અને શાશ્વત સુખનું સ્થાન હું જ છું.(૨૭)


અધ્યાય-૩૮-ગુણયત્રવિભાગયોગ(ગીતા-૧૪-ગુણયત્રવિભાગયોગ)