અધ્યાય-૪૦-દૈવાસુરસંપત-વિભાગયોગ(ગીતા-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ)
श्री भगवानुवाच--अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१॥
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥२॥
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।भवन्ति संपदं दैवीमभिजातस्य भारत ॥३॥
શ્રીભગવાન કહે છે-અભય,ચિત્તશુદ્ધિ,જ્ઞાન તથા યોગમાં એકનિષ્ઠા,દાન,ઇન્દ્રિયોનો સંયમ,યજ્ઞ,વેદોનું પઠન-મનન,
તપ,સરળતા,અહિંસા,સત્ય,અક્રોધ,સંન્યાસ,શાંતિ,પીઠ પાછળ નિંદા ન કરવી તે,સર્વ પ્રાણી માત્ર પર દયા,
ઇન્દ્રિયોનું નિર્વિકારપણું,નમ્રતા,લોકલાજ અને સ્થિરતા,તેજ,ક્ષમા,ધૈર્ય,પવિત્રતા,અદ્રોહ,નમ્રતા વગેરે બધા,
દૈવી ગુણોવાળી સંપત્તિને સંપાદન કરીને જન્મેલા મનુષ્યને પ્રાપ્ત થાય છે.(૩)
दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च ।अज्ञानं चाभिजातस्य पार्थ संपदमासुरीम् ॥४॥
दैवी संपद्विमोक्षाय निबन्धायासुरी मता ।मा शुचः संपदं दैवीमभिजातोऽसि पाण्डव ॥५॥
હે પાર્થ,દંભ,અભિમાન,ગર્વ,ક્રોધ,મર્મભેદક વાણી અને અજ્ઞાન વગેરે લક્ષણો આસુરી સંપત્તિમાં ઉત્પન્ન થયેલા
મનુષ્યોમાં રહેલાં હોય છે.દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે જયારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે.
હે પાંડવ,તું વિષાદ ન કર, કેમ કે તું દૈવી સંપત્તિ સંપાદન કરીને જન્મેલો છે.(૫)
द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च ।दैवो विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे शृणु ॥६॥
प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः ।न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते ॥७॥
હે પાર્થ,આ લોકમાં પ્રાણીઓના બે જ પ્રકારના સ્વભાવ છે.દૈવી સ્વભાવ અને આસુરી સ્વભાવ,
એમાં દૈવી પ્રકાર મેં તને વિસ્તાર પૂર્વક કહેલો છે. એટલે હવે આસુરી સ્વભાવને સાંભળ.(૬)
આસુરી વૃતિવાળા માનવીઓ પ્રવૃત્તિ તથા નિવૃતિને સમજતા નથી. અને તેમનામાં પ્રવિત્રતા હોતી નથી.
તેમનામાં આચાર અને સત્યનો પણ અભાવ હોય છે.(૭)
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् ।अपरस्परसंभूतं किमन्यत्कामहैतुकम् ॥८॥
एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः ।प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः ॥९॥
તે આસુરી મનુષ્યો જગતને અસત્ય,અપ્રતિષ્ઠિત,ઈશ્વર વગરનું,એક બીજાના સંયોગથી ઉત્પન્ન થયેલું,
કામ ના હેતુવાળું કહે છે.તેઓ માને છે કે-'આ જગતનું કામના હેતુથી ભિન્ન અન્ય શું કારણ હોઈ શકે?'
આવા નાસ્તિક મતનો આશ્રય કરીને પરલોકના સાધનોથી ભ્રષ્ટ થયેલાં,અલ્પબુદ્ધિવાળા,
હિંસાદિ ઉગ્ર કર્મો કરનારા તે આસુરી મનુષ્યો જગતના નાશ માટે જ પ્રવર્તે છે.(૯)
काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः ।मोहाद्गृहीत्वासद्ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रताः ॥१०॥
चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः ।कामोपभोगपरमा एतावदिति निश्चिताः ॥११॥
તૃપ્ત ન કરી શકાય એવા કામનો આશ્રય કરીને તેઓ દંભ,માન તથા મદથી યુક્ત થયેલા,અપવિત્ર વ્રતવાળા,
અજ્ઞાનથી અશુભ નિયમોને ગ્રહણ કરીને વેદ વિરુદ્ધ કર્મો કરે છે.તથા મૃત્યુ પ્રયન્ત અપરિચિત ચિંતાનો
આશ્રય કરનારા,વિષયભોગને પરમ પુરુષાર્થ માનનારા –એ પ્રમાણે નિશ્વય કરનારા હોય છે.(૧૧)
आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ।ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान् ॥१२॥
इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् ।इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥१३॥
असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि ।ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ॥१४॥
आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया ।यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः ॥१५॥
આશારૂપી સેંકડો પાશ વડે બંધાયેલા,કામ તથા ક્રોધમાં તત્પર રહેનારા તેઓ વિષયભોગ ભોગવવા અને
અન્યાયથી ધનનો સંચય ઇચ્છનારા હોય છે.તેઓ, 'મેં આજે આ મેળવ્યું,કાલે હું આ સાધ્ય કરીશ,આટલું ધન
હાલ મારી પાસે છે.અને બીજું પણ ફરીથી વધારે મળવાનું છે,આ શત્રુને મેં હણ્યો અને બીજાઓને પણ હણીશ.
હું અતિ સમર્થ છું,હું ઈશ્વર છું,હું ભોગી છું,હું સિદ્ધિ છું,હું બળવાન અને સુખી છું,હું ધનાઢ્ય છું,કુલીન છું,
આ જગતમાં મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરનારાઓના કર્મોમાં અગ્રણી બનીશ,નટાદિ લોકોને
વિશેષ ધન આપીશ અને આનંદ મેળવીશ' એવું,અતિ મૂઢ થઇ બક્યા કરે છે.(૧૫)