अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः ।प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥१६॥
आत्मसंभाविताः स्तब्धा धनमानमदान्विताः ।यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ॥१७॥
'હું ધનવાન છું,હું કુળવાન છું,મારા જેવો અન્ય કોણ હોઈ શકે ? હું યજ્ઞ કરીશ,હું દાન આપીશ' આ પ્રકારે આસુરી
મનુષ્ય અજ્ઞાનમાં મોહ પામેલા હોય છે.પોતેજ પોતાની પ્રશંસા કરનાર,અક્કડ થઈને વર્તનાર તથા ધન અને માનના
મદથી ઉન્મત્ત બનેલા આવા મનુષ્યો શાસ્ત્રવિધિ છોડી કે બળ,દંભથી જ યજ્ઞકાર્યો કરે છે.(૧૭)
अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः ।मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥१८॥
तानहं द्विषतः क्रुरान्संसारेषु नराधमान् ।क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव योनिषु ॥१९॥
અહંતા,બળ,ગર્વ,કામ તથા ક્રોધનો આશ્રય લઇ તેઓ તેમના તથા અન્યના દેહમાં રહેલા
મારો (ઈશ્વરનો) દ્વેષ કરે છે.વળી તેઓ અન્યનો ઉત્કર્ષ સહન કરી શકતા નથી.
તે સાધુઓનો દ્વેષ કરનારા,પાપી નરાધમો ને હું સંસારમાં આસુરી યોનિમાં જ નિરંતર વાળું છું.(૧૯)
आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि ।मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ॥२०॥
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः ।कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥२१॥
एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः ।आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥२२॥
હે કાન્તેય,આસુરી યોનિને પ્રાપ્ત થયેલા તે પુરુષો જન્મોજન્મ મૂઢ થતાં થતાં મને ન પામતા ઉતરોત્તર
અધમ ગતિને પ્રાપ્ત થતા જાય છે.(૨૦)કામ,ક્રોધ અને લોભ એ જીવને કોઈ પણ પ્રકારના
પુરુષાર્થની પ્રાપ્તી ન થવા દેનારા નરકનાં ત્રણ દ્વારો છે.માટે એ ત્રણેનો ત્યાગ કરવો.(૨૧)
હે કાન્તેય,નરકનાં આ ત્રણે દ્વારોથી જે મનુષ્ય મુક્ત થઇ જાય છે તે પોતાનું કલ્યાણ સાધે છે
અને ઉતમ ગતિને પ્રાપ્ત થાય છે.(૨૨)
यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः ।न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥२३॥
तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ।ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॥२४॥
જે શાસ્ત્રોક્ત વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે,તેને સિદ્ધિ,સુખ અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી.
માટે,કાર્ય અને અકાર્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર એ જ પ્રમાણ છે.શાસ્ત્રમાં કહ્યા અનુસાર
કર્મો જાણી લઈને તેનું આ લોકમાં આચરણ કરવું એ જ તારા માટે ઉચિત છે.
અધ્યાય-૪૦-દૈવાસુરસંપત-વિભાગયોગ સમાપ્ત (ગીતા-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ સમાપ્ત)