અધ્યાય-૪૧-શ્રદ્ધાત્રય-વિભાગયોગ(ગીતા-૧૭-શ્રદ્ધાત્રય-વિભાગયોગ)
अर्जुन उवाच--ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः ।तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः ॥१॥
અર્જુન કહે છે-હે શ્રી કૃષ્ણ,જે મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને,શ્રદ્ધાયુક્ત થઇ દેવતાઓનું યજન કરે છે,
તેમની તે નિષ્ઠા કેવા પ્રકારની છે? સાત્વિક, રાજસ કે તામસ?(૧)
श्री भगवानुवाच--त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा ।सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु ॥२॥
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत ।श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः ॥३॥
શ્રીભગવાન કહે છે-મનુષ્યની જે સ્વાભાવિક શ્રદ્ધા હોય છે તે સાત્વિક, રાજસ અને તામસ,એમ ત્રણ પ્રકારની
હોય છે તે સાંભળ.હે ભારત ! સર્વને પોતપોતાના પૂર્વ સંસ્કાર પ્રમાણે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કારણ કે
આ સંસારી જીવ શ્રદ્ધામય હોય છે તેથી મનુષ્ય જેવી શ્રદ્ધાવાળો થાય છે,તે તેવી જ યોગ્યતાનો તે કહેવાય છે.
यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसाः ।प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः ॥४॥
अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः ।दम्भाहंकारसंयुक्ताः कामरागबलान्विताः ॥५॥
कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः ।मां चैवान्तःशरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ॥६॥
જેઓ સાત્વિક હોય છે,તેઓ દેવોનું પૂજન કરે છે.જેઓ રાજસ હોય છે તેઓ યક્ષો-રાક્ષસોનું પૂજન કરે છે
અને તામસ હોય છે તે ભૂતગણો-પ્રેતોનું પૂજન કરે છે.દંભ અને અહંકાર તેમજ કામ અને પ્રીતિના બળથી યુક્ત
એવા જે જનો શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ કરે છે,અને જે અવિવેકીજન દેહની ઈન્દ્રિયોને અને દેહની અંદર રહેતા
મને પણ કૃશ બનાવે છે,તે આસુરી નિષ્ઠાવાળા છે એમ તું માન.(૬)
आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः ।यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु ॥७॥
आयुःसत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः ।रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकप्रियाः ॥८॥
પ્રત્યેકને મનગમતો આહાર પણ ત્રણ પ્રકારનો હોય છે.તે રીતે યજ્ઞ,તપ અને દાન પણ ત્રણ પ્રકારનાં હોય છે.
તે દાનના ભેદ હું તને કહીશ સાંભળ.આયુષ્ય,બળ,સત્વ,આરોગ્ય,સુખ અને રુચિને વધારનારા રસદાર તથા
ચીકાશવાળા,દેહને પૃષ્ટિ આપનારા અને હૃદયને પ્રસન્નતા આપે તેવા આહારો સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે.(૮)
कट्वम्ललवणात्युष्ण तीक्ष्णरूक्षविदाहिनः ।आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः ॥९॥
यातयामं गतरसं पूति पर्युषितं च यत् ।उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ॥१०॥
અતિશય કડવા,ખારા,ખાટા,ગરમ,તીખા,રુક્ષ,દાહક તથા દુઃખ,શોક અને રોગ ઉત્પન્ન કરે
તેવા આહાર રાજસોને પ્રિય હોય છે.(૯)
કાચુપાકું,ઉતરી ગયેલું,વાસી,ગંધાતું,એંઠું તથા અપવિત્ર અન્ન તામસી પ્રકૃતિના મનુષ્યને પ્રિય લાગે છે.(૧૦)
अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते ।यष्टव्यमेवेति मनः समाधाय स सात्त्विकः ॥११॥
अभिसंधाय तु फलं दम्भार्थमपि चैव यत् ।इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् ॥१२॥
धिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् ।श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ॥१३॥
ફળની કામના ન રાખનાર મનુષ્ય,'પોતાનું કર્તવ્ય છે' એમ સમજીને મનથી નિશ્વય કરી જે શાસ્ત્રોકતવિધિ પ્રમાણે
યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાય છે.હે ભરતશ્રેષ્ઠ ! ફળની ઇચ્છાથી કે કેવળ દંભ કરવા માટે જે યજ્ઞ કરવામાં
આવે છે તે રાજસયજ્ઞ કહેવામાં આવે છે, એમ તું સમજ.શાસ્ત્રવિધિ રહિત,અન્નદાન રહિત, મંત્ર રહિત,
દક્ષિણારહિત અને શ્રદ્ધારહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ કહેવાય છે.