देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ।ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ॥१४॥
अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ॥१५॥
मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः ।भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥१६॥
દેવ,દ્વિજ,ગુરુ અને પ્રાજ્ઞનું પૂજન,પવિત્રતા,સરળતા,બ્રહ્મચર્ય અને અહિંસા એ શરીરસંબંધી તપ કહેવાય છે.
કોઈનું મન ન દુભાય તેવું,સત્ય,મધુર,સર્વને પ્રિય અને હિતકારક એવું વચન બોલવું તથા યથાવિધિ વેદશાસ્ત્રનો
અભ્યાસ કરવો તેને વાણીનું તપ કહેવામાં આવે છે.મનની પ્રસન્નતા,સૌજન્ય,મૌન,આત્મસંયમ
અને અંત:કરણની શુદ્ધિને માનસિક તપ કહેવામાં આવે છે.(૧૬)
श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः ।अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्त्विकं परिचक्षते ॥१७॥
सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् ।क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् ॥१८॥
मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः ।परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् ॥१९॥
ફળની આશા વગર તથા સમાહિત ચિત્તવાળા પુરુષે શ્રેષ્ઠ શ્રદ્ધાથી ઉપરોક્ત ત્રણ રીતે આચરેલું તપ સાત્વિક તપ
કહેવાય છે.અને જે તપ પોતાની સ્તુતિ,માન તથા પૂજાના હેતુથી, કેવળ દંભથી કરવામાં આવે છે તેને રાજસ તપ
કહેવાય છે.તે આ લોકમાં નાશવંત અને અનિશ્વિત ફળવાળું છે.ઉન્મત્તતાથી દુરાગ્રહપૂર્વક પોતાના દેહને કષ્ટ
આપી અથવા બીજાનું અહિત કે નાશ કરવાની કામનાથી જે તપ કરવામાં આવે છે તે તામસ તપ કહેવાય છે.(૧૯)
दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ॥२०॥
यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः ।दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ॥२१॥
अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते ।असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॥२२॥
દાન કરવું એ આપણું કર્તવ્ય છે,એવા હેતુથી જે દાન પ્રત્યુપકાર નહિ કરી શકનાર સત્પાત્રને,પુણ્યક્ષેત્રમાં અને
પર્વકાળે આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવેછે.વળી જે કંઈ દાન પ્રતિઉપકાર માટે અથવા ફળને
ઉદ્દેશી તથા કલેશ પામીને આપવામાં આવે તેને રાજસ દાન કહેવાય છે.જે દાન સત્કારરહિત,અપમાન પૂર્વક,
અપવિત્ર જગામાં તથા કાળમાં અને અપાત્રને અપાય છે તે તામસ દાન કહેવાય છે.(૨૨)
ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ।ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ॥२३॥
तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपःक्रियाः ।प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् ॥२४॥
तदित्यनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः ।दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः ॥२५॥
ॐ,તત્ અને સત્-એવા ત્રણ પ્રકારના બ્રહ્મનાં નામો છે,તેમના યોગથી પૂર્વે આદિકાળમાં બ્રાહ્મણ,વેદ અને યજ્ઞ
ઉત્પન્ન કરવામાં આવ્યા છે.એટલેજ વેદવેત્તIઓની યથાવિધિ યજ્ઞ,દાન અને તપ વગેરે ક્રિયાઓ બ્રહ્મનાં ॐ ઉચ્ચાર
સહિત સતત ચાલતી હોય છે.મોક્ષની કામનાવાળા બ્રહ્મના તત્ નામનો ઉચ્ચાર કરી ને ફળની કામના ન રાખતાં
યજ્ઞ અને તપરૂપ ક્રિયાઓ તથા વિવિધ દાન ક્રિયાઓ કરે છે.(૨૫)
सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते ।प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थ युज्यते ॥२६॥
यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते ।कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते ॥२७॥
अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् ।असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ॥२८॥
હે પાર્થ,સદ્દભાવમાં તથા સાધુભાવમાં સત્ એ પ્રમાણે એનો પ્રયોગ કરાય છે તથા માંગલિક કર્મમાં સત્ શબ્દનો
પ્રયોગ કરવામાં આવે છે.યજ્ઞમાં તપમાં તથા દાનમાં નિષ્ઠાથી સત્ એમ કહેવાય છે. તેમ જ તેને માટે કરવામાં આવતું
કર્મ પણ એ જ પ્રમાણે કહેવાય છે.હે પાર્થ,અશ્રદ્ધાથી હોમેલું, આપેલું, તપ કરેલું,તથા જે કંઈ કરેલું હોય
તે અસત્ કહેવાય છે; કારણ કે તે આ લોકમાં કે પરલોકમાં ફળ આપતું નથી.(૨૮)
અધ્યાય-૪૧-શ્રદ્ધાત્રય-વિભાગયોગ સમાપ્ત (ગીતા-૧૭-શ્રદ્ધાત્રય-વિભાગયોગ-સમાપ્ત)