Aug 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-913

 

અધ્યાય-૪૨-સંન્યાસ-યોગ(ગીતા-૧૮-મોક્ષસંન્યાસ-યોગ)


अर्जुन उवाच--संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् ।त्यागस्य हृषीकेश पृथक्केशिनिषूदन ॥१॥

અર્જુન કહે છે-હે મહાબાહો ! હે ઋષિકેશ ! હે કેશિનીષૂદન ! હું ‘સન્યાસ’ શબ્દનો ખરો અર્થ અને 

’ત્યાગ’ શબ્દનો પણ સત્ય અર્થ પૃથક જાણવા ઈચ્છું છું.(૧)

श्री भगवानुवाच--काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः ।सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ॥२॥

त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः ।यज्ञदानतपःकर्म न त्याज्यमिति चापरे ॥३॥

શ્રીભગવાન બોલ્યા-કેટલાક સુક્ષ્મદર્શી પંડિતો કામ્યકર્મોના ત્યાગને ’સન્યાસ’ કહે છે જયારે વિદ્ધાનો સર્વ 

કર્મોના ફળનો ત્યાગ કરવો એને ત્યાગ કહે છે.કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ માત્ર દોષયુક્ત હોય છે.

આથી તેનો ત્યાગ કરવો.જયારે કેટલાક પંડિતો કહે છે કે યજ્ઞ,દાન.તપ વગેરે કર્મોનો ત્યાગ કરવો નહિ .(૩)


निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम ।त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः संप्रकीर्तितः ॥४॥

यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् ।यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥५॥

હે ભરતશ્રેષ્ઠ,એ ત્યાગ વિષે મારો ચોક્કસ મત શો છે તે તને કહું છું સાંભળ.હે પુરુષવ્યાઘ્ર,ત્યાગ પણ 

ત્રણ પ્રકારનો છે.યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ  ત્યાગ કરવા યોગ્ય નથી.તે કરવા જ જોઈએ.

યજ્ઞ, દાન અને તપ  ફળની ઈચ્છા રહિત કરવામાં આવે તો તે મનુષ્યને પવિત્ર બનાવે છે.(૫) 


एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च ।कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥६॥

नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते ।मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ॥७॥

હે પાર્થ,એ યજ્ઞાદિ કર્મો પણ સંગનો તથા ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ એવો મારો નિશ્વિત અને ઉત્તમ 

અભિપ્રાય છે.નિયત કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી.તેનો મોહથી પરિત્યાગ કરવો તેને તામસ ત્યાગ કહેવાય છે.(૭)


दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात्त्यजेत् ।स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ॥८॥

कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन ।सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः ॥९॥

કર્મ દુઃખરૂપ છે,એમ માની શરીરના કલેશના ભયથી તેનો ત્યાગ કરવો તે રાજસ ત્યાગ કહેવાય છે.એ રીતે 

રાજસ ત્યાગ કરીને તે પુરુષ ત્યાગના ફળને પામતો નથી.હે અર્જુન આ કરવા યોગ્ય છે, એમ નિશ્વય કરીને 

સંગ તથા ફળનો ત્યાગ કરીને જે નિત્યકર્મ કરવામાં આવે છે તેને સાત્વિક ત્યાગ માનેલો છે.(૯)


न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते ।त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः ॥१०॥

न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः ।यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ॥११॥

સાત્વિક ત્યાગી સત્વગુણથી વ્યાપ્ત થયેલા આત્મજ્ઞાનવાળો થાય છે તથા સર્વ શંકાઓથી રહિત હોય તેવા 

અશુભ કર્મનો દ્વેષ કરતો નથી.વળી તે વિહિત કર્મમાં આશક્ત થતો નથી.દેહધારી જીવાત્મા માટે સંપૂર્ણ રીતે કર્મનો 

ત્યાગ કરવો શક્ય નથી.માટે જે કર્મફળ નો ત્યાગ કરનારો છે,તે ત્યાગી છે-એ પ્રમાણે કહેવાય છે.(૧૧) 


अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् ।भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ॥१२॥

पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे ।सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ॥१३॥

કર્મફળના ત્યાગ ન કરનારને મૃત્યુ પછી કર્મનું અનિષ્ટ,ઇષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. 

પરંતુ સંન્યાસીઓને કદી પણ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થતું નથી.હે મહાબાહો ! કર્મની સમાપ્તિવાળા 

વેદાંતશાસ્ત્રમાં સર્વ કર્મોથી સિદ્ધિ માટે આ પાંચ સાધનો કહેવામાં આવ્યા છે તે મારી પાસેથી સમજી લે.(૧૩) 


अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् ।विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥१४॥

शरीरवाङ्‌मनोभिर्यत्कर्म प्रारभते नरः ।न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः ॥१५॥

સુખદુઃખાદિનો આશ્રય કરનાર દેહ,જીવાત્મા,જુદી જુદી ઇન્દ્રિયો,પ્રાણપાનાદિ વાયુના નાના પ્રકારની ક્રિયાઓ 

અને દૈવ (એટલેકે વાયુ,સૂર્ય વગેરે ઇન્દ્રિયોના દેવતાઓ) આ પાંચ કારણો છે.પુરુષ દેહ,મન અને વાણી વડે 

જે ધર્મરૂપ કે અધર્મ રૂપ પણ કર્મનો પ્રારંભ કરેછે,તે સર્વ કર્મોના આ પાંચ કારણો છે.(૧૫)


तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः ।पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मतिः ॥१६॥

यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।हत्वापि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ॥१७॥

તે સર્વ કર્મોમાં આ પ્રમાણે હોવા છતાં પણ જે શુદ્ધ આત્માને કર્તા માને છે,સમજે છે તે-દુર્મતિ,અસંસ્કારી બુદ્ધિને 

લીધે વાસ્તવિક રીતે જોતો નથી.હું આ કર્મ કરું છું.એ પ્રકારની જેને ભાવના નથી,જેની બુદ્ધિ લેપાતી નથી તે જ્ઞાનનિષ્ઠ આ પ્રાણીઓનો વધ કરી નાખે તો પણ તે વધ કરતો નથી.અને તે વધના દોષથી બંધાતો નથી.(૧૭)  


ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना ।करणं कर्म कर्तेति त्रिविधः कर्मसंग्रहः ॥१८॥

ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः ।प्रोच्यते गुणसंख्याने यथावच्छृणु तान्यपि ॥१९॥

જ્ઞાન,જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણ પ્રકારના કર્મનો પ્રેરક છે અને કરણ (મન અને બુદ્ધિ સહિત દશ ઇન્દ્રિયો) કર્મ અને કર્તા એ પ્રકારે ત્રણ પ્રકારનો કર્મનો આશ્રય છે.સાંખ્યશાસ્ત્રમાં જ્ઞાન,કર્મ તથા કર્તા સત્વાદિ ત્રણ ગુણના ભેદથી ત્રણ પ્રકારના કહેવાય છે.તે ભેદ ને યથાર્થ રીતે તું સાંભળ.(૧૯)