न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥४०॥
ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ॥४१॥
પૃથ્વીમાં કે પાતાળમાં અથવા સ્વર્ગમાં દેવોને વિષે પણ એવું તે કંઈ વિદ્યમાન નથી કે જે પ્રાણી અથવા
પદાર્થ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ સત્વાદિ ત્રણ ગુણોથી રહિત હોય.(૪૦)
હે પરંતપ ! બ્રાહ્મણ,ક્ષત્રીય, વૈશ્ય તથા શુદ્રોનાં કર્મોના પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે
જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે.(૪૧)
शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ।ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ॥४२॥
शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् ।दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥४३॥
कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् ।परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ॥४४॥
શમ,દમ,તપ,શૌચ,ક્ષમા,સરલતા તેમજ જ્ઞાન,વિજ્ઞાન,આસ્તિક્યપણું એ સ્વભાવ જન્ય બ્રાહ્મણોનાં કર્મ છે.
શૌર્ય,તેજ,ધીરજ,ચતુરાઈ અને યુદ્ધમાં પાછા ન હટવું, વળી દાન તથા ધર્મ અનુસાર પ્રજાપાલન એ ક્ષત્રીયનાં
સ્વાભાવિક કર્મો છે.ખેતી,ગૌરક્ષા અને વ્યાપાર એ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે.
અને આ ત્રણે વર્ણની સેવારૂપ કર્મ શુદ્રનું સ્વાભાવિક કર્મ છે.(૪૪)
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥४५॥
यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ॥४६॥
પોતાના સ્વાભાવિક કર્મમાં નિરત રહેલો મનુષ્ય સત્વ શક્તિને પામે છે.પોતાના કર્મમાં તત્પર રહેલો મનુષ્ય
જે પ્રકારે મોક્ષની સિદ્ધિને પામે છે,તે તું સાંભળ.જેનાથી ભૂતોની ઉત્પતિ થાય છે તથા જેના
વડે સર્વ વ્યાપ્ત થાય છે તેને,પોતાના કર્મ વડે સંતુષ્ટ કરીને,મનુષ્ય સિદ્ધિને પામે છે.(૪૬)
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥४७॥
सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् ।सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ॥४८॥
સારી રીતે આચરેલા પરધર્મ કરતાં પોતાનો ગુણરહિત હોય તો પણ સ્વધર્મ શ્રેષ્ઠ છે.સ્વભાવજન્ય શાસ્ત્રાનુસારકર્મ કરતો
મનુષ્ય પાપને પામતો નથી.હે કાન્તેય,વર્ણાશ્રમ અનુસાર સ્વાભાવિક ઉદ્દભવેલું કર્મ દોષવાળું હોય તો પણ ન ત્યજવું.
કારણકે સર્વકર્મો ધુમાડાથી,જેમ,અગ્નિ ઢંકાયેલો રહે છે તેમ,દોષ વડે ઢંકાયેલો રહે છે તેમ દોષ વડે ઢંકાયેલાં રહે છે.(૪૮)
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः ।नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति ॥४९॥
सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे ।समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ॥५०॥
સ્ત્રી-પુત્રાદિ સર્વ પદાર્થો વિષે આસક્તિરહિત બુદ્ધિવાળો,અંત:કરણને વશ રાખનારો,વિષયો તરફ સ્પૃહા
વિનાનો પુરુષ સંન્યાસ વડે પરમ નૈકર્મ્ય સિદ્ધિને પામે છે.હે કાન્તેય,નિષ્કર્મ્યરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરી વિદ્વાન પુરુષ
જે પ્રકારે બ્રહ્મને પામે છે તે જ્ઞાનની પરમ નિષ્ઠા છે.તે સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ.(૫૦)
बुद्ध्या विशुद्ध्या युक्तो धृत्यात्मानं नियम्य च ।शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥५१॥
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ।ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥५२॥
શુદ્ધ બુદ્ધિ વડે યુક્ત પુરુષ સાત્વિક ધૈર્યથી આત્માને નિયમમાં રાખી,શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને તથા રાગદ્વેષનો
ત્યાગ કરી બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે.એકાંત સેવનારો,અલ્પભોજન કરનારો,વાણી,દેહ તથા મનને વશમાં
રાખનારો,દરરોજ ધ્યાન ધરનારો એ વૈરાગ્યનો આશ્રય કરીને રહે છે.(૫૨)
अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् ।विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥५३॥
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति ।समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥५४॥
તથા અહંકાર,બળ,દર્પ,કામ,ક્રોધ,પરિગ્રહ અને મમતા છોડીને શાંત રહે છે તે બ્રહ્મસાક્ષાત્કાર માટે
યોગ્ય બને છે.બ્રહ્મરૂપ થયેલો પ્રસન્ન ચિત્તવાળો પદાર્થોનો શોક કરતો નથી.અપ્રાપ્ય પદાર્થની
ઈચ્છા કરતો નથી.સર્વ ભૂતોમાં સમભાવ રાખનારો એ મારી પરાભક્તિને પામે છે.(૫૪)
भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ।ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥५५॥
सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः ।मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् ॥५६॥
જે,ભક્તિ વડે હું ઉપાધિ ભેદોથી યુક્ત સ્વરૂપવાળો છું તે મને તત્વથી જાણે છે,તે ભક્તિ વડે મને
તત્વથી જાણીને,ત્યાર પછી મારા સ્વરૂપમાં પ્રવેશ કરે છે.સદા સર્વ કર્મો કરતો રહેવા છતાં પણ
મારો શરણાગત ભક્ત મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પામે છે.(૫૬)
चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः ।बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव ॥५७॥
मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि ।अथ चेत्त्वमहंकारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि ॥५८II
વિવેકબુદ્ધિ વડે સર્વ કામો મને સમર્પણ કરી-મારા પરાયણ થઇ બુદ્ધિયોગનો આશ્રય કરીને નિરંતર
મારા વિષે મનવાળો થા.મારા વિષે ચિત્ત રાખવાથી,મારી કૃપાથી,તું સર્વ દુઃખોને તરી જઈશ.
પરંતુ જો તું કદાચિત્ અહંકારથી મને સાંભળશે નહિ તો નાશ પામશે.(૫૮)
यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥५९॥
स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा ।कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपि तत् ॥६०॥
અહંકારનો આશ્રય કરીને હું યુદ્ધ ન કરું એમ જો તું માનતો હો તો તારો નિશ્વય મિથ્યા છે,કારણકે તારો
ક્ષત્રિય સ્વભાવ તને યુદ્ધમાં જોડશે.હે અર્જુન,સ્વભાવજન્ય પોતાના કર્મ વડે બંધાયેલો મોહવશ
જે યુદ્ધ કરવાને તું ઈચ્છતો નથી તે પરવશ થઈને પણ તું કરીશ.(૬૦)