ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥६१॥
तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥६२॥
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया ।विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥६३॥
હે અર્જુન,એ ઈશ્વર,યંત્રો પર બેસાડેલાં સર્વ ભૂતોને માયા વડે ભ્રમણ કરાવતાં સર્વ ભૂતોના હૃદયમાં રહે છે.
હે ભારત,સર્વ પ્રકારે તે ઈશ્વરને જ શરણે તું જા જેની કૃપાથી તું પરમ શાંતિ તથા શાશ્વત સ્થાનને પામીશ.(૬૨)
એ પ્રમાણે મેં તને ગુહ્યથી અતિ ગુહ્ય ગીતાશાસ્ત્રરૂપી જ્ઞાન કહ્યું,
એનો સંપૂર્ણપણે વિચાર કરીને જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર.(૬૩)
सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः ।इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ॥६४॥
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥६५॥
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥६६॥
ફરીથી સર્વથી અતિ ગુહ્ય પરમ વચનને તું સાંભળ,કેમ કે તું મને અતિપ્રિય છે.તેથી તને આ હિતકારક વચનો કહું છું.
મારામાં જ મન રાખ,મારો ભક્ત થા,મારું પૂજન કર,મને નમસ્કાર કર,એમ કરવાથી તું મને પામીશ એમ
હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કારણકે તું મને પ્રિય છે.(૬૫) સર્વ ધર્મોનો ત્યાગ કરીને તું મને એકને જ શરણે આવ,
હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.માટે તું શોક ન કર(૬૬)
इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥६७॥
य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति ।भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः ॥६८॥
આ ગીતાનો ક્યારે પણ તપરહીતને,ભક્તિરહીતને,શુશ્રુષારહીતને તથા જે મારી અસૂયા કરે છે,તેવા
મનુષ્યને ઉપદેશ કરવો નહિ.(૬૭) જે આ પરમ ગુહ્યજ્ઞાનનો મારા ભક્તોને ઉપદેશ કરશે
તે મારા વિષે પરમભક્તિ પ્રાપ્ત કરીને મને જ પામશે,એમાં સંશય નથી.(૬૮)
.
न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः ।भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ॥६९॥
अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ।ज्ञानयज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः ॥७०॥
વળી,મનુષ્યોમાં તેનાથી બીજો કોઈ પણ મોટું અતિ પ્રિય કરનાર થવાનો નથી તથા પૃથ્વીમાં તેના કરતાં બીજો
વધારે પ્રિય પણ નથી.તથા જે આપણા બે ના આ ધર્મયુક્ત સંવાદનું અધ્યયન કરશે,
તેનાથી જ્ઞાનયજ્ઞ વડે હું પૂજાઈશ એવો મારો મત છે.(૭૦)
श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः ।सोऽपि मुक्तः शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम् ॥७१॥
कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा ।कच्चिदज्ञानसंमोहः प्रनष्टस्ते धनंजय ॥७२॥
જે પુરુષ શ્રદ્ધાવાન તથા ઈર્ષ્યા વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ કરે છે તે પણ મુક્ત થઈને પુણ્યકર્મ
કરનારાને પ્રાપ્ત થતાં શુભ લોકોને પામે છે.(૭૧) હે પાર્થ ! તેં આ ગીતાશાસ્ત્ર એકાગ્ર ચિત્તથી સાંભળ્યું કે ?
હે ધનંજય ! તારો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો કે ? (૭૨)
अर्जुन उवाच--नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥७३॥
અર્જુન કહે છે-હે અચ્યુત ! આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે. મેં આત્મજ્ઞાનરૂપી સ્મૃતિ પ્રાપ્ત કરી છે.
સંશયરહિત થઇ હું આપનું વચન પાળીશ.(૭૩)
संजय उवाच--इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः ।संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम् ॥७४॥
व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम् ।योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयतः स्वयम् ॥७५॥
સંજય કહે છે-એ પ્રમાણે ભગવાન વાસુદેવનો તથા મહાત્મા અર્જુનનો અદ્દભુત અને રોમાંચિત કરે તેવો સંવાદ મેં સાંભળ્યો.વ્યાસ ભગવાનની કૃપાથી આ પરમ ગુહ્ય યોગને યોગેશ્વર શ્રી કૃષ્ણે સ્વયં કહ્યો તે મેં સાક્ષાત સાંભળ્યો.(૭૫)
राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् ।केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः ॥७६॥
तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः ।विस्मयो मे महान् राजन्हृष्यामि च पुनः पुनः ॥७७॥
હે રાજન ! શ્રી કૃષ્ણ અને અર્જુનના આ પવિત્ર તથા અદ્દભુત સંવાદને સંભારી સંભારીને વારંવાર
હું હર્ષ પામું છું.(૭૬) હે રાજન ! વળી ભગવાન શ્રી કૃષ્ણના તે અતિ અદ્દભુત વિશ્વરૂપને
સંભારી સંભારીને મને વિસ્મય થાય છે ને હું વારંવાર હર્ષ પામું છું.(૭૭)
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥७८॥
જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી,વિજય,ભૂતિ,ઐશ્વર્ય અને
નિશ્વલ નીતિ સર્વદા વાસ કરે છે એવો મારો મત છે.(૭૮)
અધ્યાય-૪૨-સંન્યાસ-યોગ-સમાપ્ત (ગીતા-૧૮-મોક્ષસંન્યાસ-યોગ-સમાપ્ત)
શ્રીમદ ભગવદ ગીતા-સમાપ્ત