Showing posts with label રામચરિત-માનસ. Show all posts
Showing posts with label રામચરિત-માનસ. Show all posts

May 31, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૨૭

જિન્હ કે જીવન કર રખવારા, ભયઉ મૃદુલ ચિત સિંધુ બિચારા.
કહુ તપસિન્હ કૈ બાત બહોરી, જિન્હ કે હૃદયત્રાસ અતિ મોરી.
વળી કોમળ ચિત્ત વાળો  બિચારો સમુદ્ર જેઓના જીવનનું રક્ષણ કરનાર બન્યો છે ! ( અર્થાત સમુદ્રે તેઓને રસ્તો દઈ  દીધો હોત તો આજ સુધીમાં તો તેઓને રાક્ષસો ખાઈ ગયા હોત.) પછી એ તપસ્વીઓની વાત કહે કે જેઓના  હૃદયમાં મારો અત્યંત ભય છે.

(દોહા)

કી ભઇ ભેંટ કિ ફિરિ ગએ શ્રવન સુજસુ સુનિ મોર.
કહસિ ન રિપુ દલ તેજ બલ બહુત ચકિત ચિત તોર.(૫૩)
તેઓ સાથે તારી ભેટ થઇ કે તેઓ કાનથી મારો ઉત્તમ યશ સાંભળી ને જ પાછા ફર્યા ? શત્રુ સેનાનું બળ અને તેજ તું કેમ નથી કહેતો ? તારું ચિત્ત ઘણું જ ભયભીત લાગેછે ! (૫૩)

ચોપાઈ 

નાથ કૃપા કરિ પૂછેહુ જૈસેં, માનહુ કહા ક્રોધ તજિ તૈસેં.
મિલા જાઇ જબ અનુજ તુમ્હારા, જાતહિં રામ તિલક તેહિ સારા.
(દૂતે કહ્યું : ) હે નાથ ! આપે જેમ કૃપા કરીને પૂછ્યું, તે જ પ્રમાણે ક્રોધ છોડી મારું કહેવું ( સત્ય ) માનજો.
જયારે આપનો નાનોભાઈ શ્રી રામને જી મળ્યો , ત્યારે તેના પહુંચતા જ શ્રીરામે  તેને રાજતિલક કર્યું છે.

રાવન દૂત હમહિ સુનિ કાના, કપિન્હ બાંધિ  દીન્હે દુખ નાના.
શ્રવન નાસિકા કાટૈ લાગે, રામ સપથ દીન્હે હમ ત્યાગે.
અમે રાવણ નાં દૂત છીએ એવું કાનથી સાંભળતાં જ  વાનરોએ અમને બાંધી ઘણું દુઃખ દીધું; તેઓ અમારાંનાક- કાન કાપવા લાગ્યા , ત્યારે શ્રીરામના સોગંધ દેવાથી (માંડ માંડ ) તેઓએ અમને છોડ્યા.

પૂછિહુ નાથ રામ કટકાઈ, બદન કોટિ સત બરનિ ન જાઈ.
નાના બરન ભાલુ કપિ ધારી, બિકટાનન બિસાલ ભયકારી.
હે નાથ આપે શ્રી રામની સેના પૂછી પરંતુ તે સો કરોડ મુખોથી પણ વર્ણવી શકાતી નથી. એ સેના અનેક રંગના રીંછ તથા વાનરોની છે ; જે ભયંકર મુખ વાળા વિશાળ શરીર વાળા તથા ભયાનક છે.

જેહિં પુર દહેઉ હતેઉ સુત તોરા, સકલ કપિન્હ મહતેહિ બલુ થોરા.
અમિત નામ ભટ કઠિન કરાલા, અમિત નાગ બલ બિપુલ બિસાલા.
જેણે (આપનું ) નગર સળગાવ્યું અને આપના પુત્રને માર્યો, તેનું બળ તો સર્વ વાનરોમાં થોડું જ છે. અસંખ્ય નામોવાળા ઘણા જ કઠોર અને ભયંકર યોદ્ધાઓ છે.તેઓમાં અસંખ્ય હાથીઓનું બળ છે અને તેઓ મોટા કદના છે.

(દોહા)

દ્વિબિદ મયંદ નીલ નલ અંગદ ગદ બિકટાસિ.
દધિમુખ કેહરિ નિસઠ સઠ જામવંત બલરાસિ.(૫૪)
દ્વીવીદ, મયંદ, નીલ ,નલ , અંગદ , ગદ , વિકટાસ્ય , દધિમુખ, કેસરી, નિશઠ, શઠ અને  જાંબુવન -
એ બધા બળના ઢગ છે.

ચોપાઈ 

એ કપિ સબ સુગ્રીવ સમાના, ઇન્હ સમ કોટિન્હ ગનઇ કો નાના.
રામ કૃપાઅતુલિત બલ તિન્હહીં, તૃન સમાન ત્રેલોકહિ ગનહીં.
એ સર્વ વાનરો બળમાં સુગ્રીવ સમાન છે અને એના જેવા એક -બે નથી.(પણ ) કરોડો છે. તે અનેકોને કોણ ગણી શકે છે ? શ્રી રામની કૃપાથી તેઓમાં અતુલિત બળ છે. તેઓ ત્રણે લોકને તણખલાં ની જેમ (તુચ્છ ) ગણે છે.

અસ મૈં સુના શ્રવન દસકંધર, પદુમ અઠારહ જૂથપ બંદર.
નાથ કટક મહસો કપિ નાહીં, જો ન તુમ્હહિ જીતૈ રન માહીં.
હે દશગ્રીવ  ! મેં કાનથી આમ સાંભળ્યું છે કે , અઢાર પદ્મ  તો વાનરોના સેનાપતિઓજ  છે ! તે સેનામાં એવો કોઈ વાનર નથી કે જે આપને રણમાં ન જીતે.

પરમ ક્રોધ મીજહિં સબ હાથા, આયસુ પૈ ન દેહિં રઘુનાથા.
સોષહિં સિંધુ સહિત ઝષ બ્યાલા, પૂરહીં ન ત ભરિ કુધર બિસાલા.
બધા અત્યંત ક્રોધથી હાથ મસળી રહ્યાછે , પણ શ્રી રઘુ નાથજી તેઓને આજ્ઞા દેતા નથી. અમે માછલાં તથા સર્પો સહીત સમુદ્રને સુકવી નાખીશું અથવા મોટા પર્વતોથી તેને ભરી દઈ પૂરી નાખીશું.

મર્દિ ગર્દ મિલવહિં દસસીસા, ઐસેઇ બચન કહહિં સબ કીસા.
ગર્જહિં તર્જહિં સહજ અસંકા, માનહુ ગ્રસન ચહત હહિં લંકા
અને રાવણને મસળી ધૂળમાં મિલાવી દઈશું. સર્વ વાનરો એવા જ વચનો કહી રહ્યા છે. બધા સ્વભાવથી જ  નિશંક(નિર્ભય ) છે અને એવી ગર્જનાઓ અને તર્જનાઓ કરે છે કે જાણે લંકાને ગળી જવા ઇચ્છતા હોય !


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 


Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૨૬

સુનત બિહસિ બોલે રઘુબીરા, ઐસેહિં કરબ ધરહુ મન ધીરા.
અસ કહિ પ્રભુ અનુજહિ સમુઝાઈ, સિંધુ સમીપ ગએ રઘુરાઈ.
(તે) સાંભળી રઘુવીર હસીને બોલ્યા : એમ જ કરીશું, મનમાં ધીરજ રાખો.
એમ કહી  નાના ભાઈને સમજાવી ,શ્રી રઘુનાથજી  સમુદ્ર પાસે ગયા.

પ્રથમ પ્રનામ કીન્હ સિરુ નાઈ, બૈઠે પુનિ તટ દર્ભ ડસાઈ.
જબહિં બિભીષન પ્રભુ પહિં આએ, પાછેં રાવન દૂત પઠાએ.
તેમણે પ્રથમ મસ્તક નમાવી પ્રણામ કર્યા ; પછી કિનારા પર દર્ભ બિછાવી બેઠા. બીજી તરફ જે સમયે વિભીષણ  પ્રભુ પાસે આવ્યા ,તે જ  સમયે રાવણે તેમની પાછળ દૂતો મોકલ્યા હતા.

(દોહા)
સકલ ચરિત તિન્હ દેખે ધરેં કપટ કપિ દેહ.
પ્રભુ ગુન હૃદયસરાહહિં સરનાગત પર નેહ(૫૧)
કપટ થી વાનરોનાં શરીર ધરી તેઓએ સર્વ ચરિત્ર જોયાં. પ્રભુના ગુણોની અને શરણાગત પરના સ્નેહની  તેઓ હૃદયમાં પ્રશંસા કરવા લાગ્યા.

ચોપાઈ 

પ્રગટ બખાનહિં રામ સુભાઊ, અતિ સપ્રેમ ગા બિસરિ દુરાઊ.
રિપુ કે દૂત કપિન્હ તબ જાને, સકલ બાંધિકપીસ પહિં આને.
પછી ખુલ્લી રીતે સર્વ સાંભળે તેમ અત્યંત પ્રેમ સાથે તેઓ  શ્રી રામનો સ્વભાવ વખાણવા લાગ્યા.  તેઓ  પોતાનોછુપો કપટ વેશ ભૂલી ગયા ! ત્યારે વાનરોએ જાણ્યું કે આ શત્રુના દૂત છે,(જેથી )
તેઓ સર્વને બાંધી સુગ્રીવ પાસે લઇ ગયા.

કહ સુગ્રીવ સુનહુ સબ બાનર, અંગ ભંગ કરિ પઠવહુ નિસિચર.
સુનિ સુગ્રીવ બચન કપિ ધાએ, બાંધિ  કટક ચહુ પાસ ફિરાએ.
(ત્યારે સુગ્રીવે કહ્યું :) હે સર્વ વાનરો સાંભળો. રાક્ષસોને અંગ ભંગ કરીને મોકલી દો.સુગ્રીવના વચન સાંભળીવાનરો દોડ્યા અને દૂતોને બાંધી તેમની સેનાની ચારે તરફ ફેરવ્યા.

બહુ પ્રકાર મારન કપિ લાગે, દીન પુકારત તદપિ ન ત્યાગે.
જો હમાર હર નાસા કાના, તેહિ કોસલાધીસ કૈ આના.
વાનરો તેમને ઘણા પ્રકારે મારવા લાગ્યા.તેઓ દિન થઇ પોકારવા લાગ્યા; છતાં વાનરોએ તેમને છોડ્યા નહિ.(તે વેળા દૂતોએ પોકારીને કહ્યું :) જે અમારાં નાક - કાન કાપશે ,
તેને કોશલાધીશ શ્રી રામના સોગંધ છે.

સુનિ લછિમન સબ નિકટ બોલાએ, દયા લાગિ હિ તુરત છોડાએ.
રાવન કર દીજહુ યહ પાતી, લછિમન બચન બાચુ કુલઘાતી.
તે સાંભળી લક્ષ્મણજી એ સર્વને પાસે બોલાવ્યા. તેમને દયા આવી, તેથી હસીને તેમણે રાક્ષસોને તરત જ
છોડાવ્યા.(અને કહ્યું : ) રાવણના હાથમાં આ ચિઠ્ઠી આપજો (અને કહેજો ) હે કુલ ઘાતક !
લક્ષ્મણનાં વચનો વાંચ.

(દોહા)

કહેહુ મુખાગર મૂઢ઼ સન મમ સંદેસુ ઉદાર.
સીતા દેઇ મિલેહુ ન ત આવા કાલ તુમ્હાર(૫૨)
પછી તે મૂર્ખને મોઢેથી મારો આ ઉદાર સંદેશો કહેજો કે , સીતાજીને  આપીને (તેમને  )  શ્રી રામ ને મળો;
નહી તો  તમારો કાળ આવ્યો છે.

ચોપાઈ 

તુરત નાઇ લછિમન પદ માથા, ચલે દૂત બરનત ગુન ગાથા.
કહત રામ જસુ લંકાઆએ, રાવન ચરન સીસ તિન્હ નાએ.
લક્ષ્મણ ના ચરણોમાં મસ્તક નમાવી શ્રી રામના ગુણોની કથાઓ વર્ણવતા દૂતો તુરત જ ચાલ્યા ગયા.   
શ્રી રામનો યશ કહેતા તેઓ લંકામાં આવ્યા અને તેઓએ રાવણ ના ચરણોમાં  મસ્તક  નમાવ્યાં.

બિહસિ દસાનન પૂી બાતા, કહસિ ન સુક આપનિ કુસલાતા.
પુનિ કહુ ખબરિ બિભીષન કેરી, જાહિ મૃત્યુ આઈ અતિ નેરી.
દશમુખ રાવણે હસીને વાત પૂછી : અરે શુક્ર તારું કુશળ કેમ નથી કહેતો ?  વળી  એ વિભીષણની ખબર  કહે કે   જેનું મૃત્યુ અત્યંત પાસે આવ્યું છે.


કરત રાજ લંકા સઠ ત્યાગી, હોઇહિ જબ કર કીટ અભાગી.
પુનિ કહુ ભાલુ કીસ કટકાઈ, કઠિન કાલ પ્રેરિત ચલિ આઈ.
(એ ) લુચ્ચા એ રાજ્ય કરતાં કરતાં લંકા ત્યજી છે ! અભાગીયો હવે જવનો કીડો બનશે.( જેમ જવનો કીડો જવની સાથે દળઈ જાયછે ,તેમ વાનરો સાથે માર્યો જશે.) વળી રીંછો  તથા વાનરોની સેનાના સમાચાર કહે કે જે કઠિનકાળ થી પ્રેરાઈ ને અહીં ચાલી આવેલ છે.


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
      INDEX PAGE                 


Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૨૫

સુનત બિભીષનુ પ્રભુ કૈ બાની, નહિં અઘાત શ્રવનામૃત જાની.
પદ અંબુજ ગહિ બારહિં બારા, હૃદયસમાત ન પ્રેમુ અપારા.
પ્રભુની વાણી સાંભળતાં વિભીષણ તેને શ્રવણામૃત જાણી તૃપ્ત થતા નહોતા.તે વારંવાર શ્રી રામનાં ચરણકમળો પકડી લેતા હતા.(તેમનો ) અપાર પ્રેમ હૃદયમાં સમાતો નહોતો.

સુનહુ દેવ સચરાચર સ્વામી, પ્રનતપાલ ઉર અંતરજામી.
ઉર કછુ પ્રથમ બાસના રહી, પ્રભુ પદ પ્રીતિ સરિત સો બહી.
(વિભીષણે કહ્યું : ) હે દેવ  ! હે ચરાચર જગતના સ્વામી ! હે શરણાગત ના રક્ષક ! હે સર્વ ના હૃદયના અંતર્યામી ! સાંભળો. મારા હૃદયમાં પ્રથમ કંઈક વાસના રહી હતી,તે પ્રભુના ચરણોની પ્રીતિ રૂપી નદીમાં તણાઈ ગઈ છે.

અબ કૃપાલ નિજ ભગતિ પાવની, દેહુ સદા સિવ મન ભાવની.
એવમસ્તુ કહિ પ્રભુ રનધીરા, માગા તુરત સિંધુ કર નીરા.
હવે હે કૃપાળુ ! શંકરના મનને હંમેશ પ્રિય લાગતી આપની પવિત્ર ભક્તિ મને આપો. એવ મસ્તુ ( ભલે એમ થાઓ.) કહી રણધીર પ્રભુ શ્રી રામચંદ્રજી એ તરત સમુદ્રમાંથી જળ મંગાવ્યું.

જદપિ સખા તવ ઇચ્છા નાહીં, મોર દરસુ અમોઘ જગ માહીં.
અસ કહિ રામ તિલક તેહિ સારા, સુમન બૃષ્ટિ નભ ભઈ અપારા.
(અને કહ્યું : ) હે મિત્ર  ! જોકે તમારી ઈચ્છા નથી , છતાં જગતમાં મારું દર્શન સફળ છે.એમ કહી શ્રી રામે તેને રાજતિલક કર્યું .(તે જ વખતે ) આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઇ.

(દોહા)

રાવન ક્રોધ અનલ નિજ સ્વાસ સમીર પ્રચંડ.
જરત બિભીષનુ રાખેઉ દીન્હેહુ રાજુ અખંડ(૪૯-ક) 
શ્રી રામચંદ્રજીએ પોતાના શ્વાસરૂપી પવનથી ઉગ્ર બનેલા રાવણ ના ક્રોધરૂપી અગ્નિમાં બળતા વિભીષણ ને બચાવ્યો અને તેને અખંડ રાજ્ય આપ્યું.(૪૯-ક )

જો સંપતિ સિવ રાવનહિ દીન્હિ દિએદસ માથ.
સોઇ સંપદા બિભીષનહિ સકુચિ દીન્હ રઘુનાથ(૪૯-ખ)
શંકરે  જે સંપત્તિ રાવણ ને દશ મસ્તકો (  નું  બલિદાન  ) દીધા પછી આપી હતી , તે જ સંપત્તિ રઘુનાથે વિભીષણ ને( આતો ઘણું જ ઓછું આપું છું, એમ ) સંકોચાઈ ને આપી.

ચોપાઈ 

અસ પ્રભુ છાડ઼િ ભજહિં જે આના, તે નર પસુ બિનુ પૂ બિષાના.
નિજ જન જાનિ તાહિ અપનાવા, પ્રભુ સુભાવ કપિ કુલ મન ભાવા.
એવા પરમ કૃપાળુ પ્રભુને  છોડી જે મનુષ્ય બીજાને ભજે છે , તે  શિગડાં  - પૂંછડાં વિનાનો પશુ જ છે. પોતાનો સેવક જાણી વિભીષણને શ્રી રામે અપનાવ્યો ! પ્રભુનો સ્વભાવ વાનરકુળ ના મનને (બહુ ) ગમ્યો.

પુનિ સર્બગ્ય સર્બ ઉર બાસી, સર્બરૂપ સબ રહિત ઉદાસી.
બોલે બચન નીતિ પ્રતિપાલક, કારન મનુજ દનુજ કુલ ઘાલક.
પછી સર્વ જાણનારા , સર્વના હૃદયમાં વસનારા, સર્વ સ્વરૂપ, સર્વ થી રહિત , ઉદાસીન , કારણ વશાત  મનુષ્ય બનેલા અને રાક્ષસોના કુળનો નાશ કરનારા શ્રી રામચંદ્રજી નીતિ નું રક્ષણ કરનાર વચન બોલ્યા 

સુનુ કપીસ લંકાપતિ બીરા, કેહિ બિધિ તરિઅ જલધિ ગંભીરા.
સંકુલ મકર ઉરગ ઝષ જાતી, અતિ અગાધ દુસ્તર સબ ભાતી .
હે વીર વાનરરાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણ  ! સાંભળો. આ ગંભીર ( ઊંડા ) સમુદ્રને કયા પ્રકારે તરવો  અનેક જાતિના મગર, સર્પો  તથા માછલાં થી ભરેલો આ ઘણો અગાધ સમુદ્ર પાર કરવો સર્વ પ્રકારે મુશ્કેલ છે.

કહ લંકેસ સુનહુ રઘુનાયક, કોટિ સિંધુ સોષક તવ સાયક.
જદ્યપિ તદપિ નીતિ અસિ ગાઈ, બિનય કરિઅ સાગર સન જાઈ.
વિભીષણે કહ્યું : હે રઘુનાથજી  ! સાંભળો. જો કે આપનું એક જ બાણ કરોડો સમુદ્રને સુકવનારુ છે , તો પણ આવી નીતિ કહેવાઈ છે કે, પ્રથમ  સમુદ્ર પાસે જઈ વિનય કરવો.(તેની પ્રાર્થ ના કરવી ).  

(દોહા)

પ્રભુ તુમ્હાર કુલગુર જલધિ કહિહિ ઉપાય બિચારિ.
બિનુ પ્રયાસ સાગર તરિહિ સકલ ભાલુ કપિ ધારિ.(૫૦)
હે પ્રભો ! સમુદ્ર આપનો કુલગુરુ (પૂર્વજ)છે.તે વિચારીને ઉપાય કહેશે.પછી રીંછો અને વાનરોની સકલ સેના વિના પ્રયાસે સમુદ્ર તરી જશે.(૫૦)

ચોપાઈ 

સખા કહી તુમ્હ નીકિ ઉપાઈ, કરિઅ દૈવ જૌં હોઇ સહાઈ.
મંત્ર ન યહ લછિમન મન ભાવા, રામ બચન સુનિ અતિ દુખ પાવા.
(શ્રી રામે કહ્યું :) હે મિત્ર  ! તમે ઠીક ઉપાય કહ્યો.   જો દૈવ  સહાય થાય તો તે જ કરીએ . લક્ષ્મણજી ના મનને એ સલાહ ગમી નહિ.શ્રી રામચંદ્રજી ના વચન સાંભળી તે ઘણું દુઃખ પામ્યા.

નાથ દૈવ કર કવન ભરોસા, સોષિઅ સિંધુ કરિઅ મન રોસા.
કાદર મન કહુએક અધારા, દૈવ દૈવ આલસી પુકારા.
(લક્ષ્મણ જી એ કહ્યું : )હે નાથ !  દૈવ નો શો ભરોસો? મનમાં ક્રોધ કરી સમુદ્રને સુકવી નાખો. દૈવ  તો કાયર ના મનનો એક આધાર છે. આળસુ (લોકો)  દૈવ   દૈવ  પોકારે છે.


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE