ચંદ્રની કળાઓના ટુકડાઓ જેવા બ્રહ્માના વાહન-રૂપ કેટલાએક હંસો જોવામાં આવ્યા.હંસોનાં બચ્ચાં કે જેઓ સામવેદ નું રટણ કરતાં હતાં અને ગુરુમુખથી બ્રહ્મ-વિદ્યાનો અભ્યાસ કરતાં હતાં, તે પણ જોવામાં આવ્યાં.અગ્નિના વાહન-રૂપ પોપટો કે જે મંત્રોના સમૂહનું ઉચ્ચારણ કરતા હતા,અને મનોહર હોવાને લીધે દેવતાઓની દ્રષ્ટિનું આકર્ષણ કરતા હતા.
Aug 6, 2016
Aug 4, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-573
જે પુરુષ વિચાર કરવામાં કુશળ -ના હોય-તેને જ આત્મજ્ઞાન અશક્ય લાગે છે.
જ્ઞાનના અને અજ્ઞાનના સ્વરૂપનું વિવેચન કરવામાં શક્તિ ના હોય-તો જ યોગ્ય વિચારો આવતા નથી.પણ "પ્રમાણો" માં કુશળતા ધરાવનારા પુરુષોને-એ -વિચારોમાં-અકુશળપણું સ્વપ્ન માં પણ થવું સંભવતું નથી.
Aug 3, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-572
અને શુદ્ધ ચૈતન્યમાં જ આત્મ-બુદ્ધિ ધારણ કરીને,યોગ્ય ક્રમથી વિહાર કરો.
આ સૃષ્ટિની પરંપરાને મારા કહ્યા પ્રમાણે જેવી છે-તેવી જ જોયા કરતા-
અને ભ્રાંતિઓને ત્યજી દઈને સ્થિર-ગંભીર થઈને રહો.તથા સર્વત્ર ચિત્તની સમતા ધારણ કરીને વર્તો.આ સઘળું જગત બ્રહ્મ જ છે-કેમકે બ્રહ્મ જ જગત-રૂપે પ્રતીત થયેલું છે.
જગતમાં ક્યાંય કંઈ સાચું કે ખોટું નથી,પણ સઘળું અનિર્વચનીય (વાણીથી ના બોલી શકાય તેવું) છે.
Aug 1, 2016
Shukra-Niti-Shukracharya-Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Kavya-Pushp-Kalika-Stutio-ane-Kavyo-By Divyarajsinha Sarvaiya
This book is for Archive and online reading only-not downloadable
Shankracharya-Aadi-Jivan Saar-Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Jul 31, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-569
જેમ પાણીમાં થયેલ ચકરીનો નાશ થતાં-પાણીમાં ક્યાંય-કશું મરતું નથી (પાણીનો નાશ થતો નથી) તેમ,દેહ-રૂપ-બ્રહ્મ એ મરણ-રૂપ-બ્રહ્મ ને પ્રાપ્ત થતાં બ્રહ્મમાં ક્યાંય-કશું મરતું નથી.
જડ-પદાર્થો-પણું અને અજડ-પદાર્થો-પણું -પણ બ્રહ્મનું જ થયેલું છે.
"આ ચેતન-રૂપ છે અને આ જડ-રૂપ છે" એવો મોહ અજ્ઞાની ને જ થાય છે-જ્ઞાનીને કદી નથી થતો.
Jul 30, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-568
બીજા વિદ્વાનો પણ એવા જ નિશ્ચયથી બ્રહ્મ-રૂપ થયા છે.વિષ્ણુ-પણ જે તે યોનિઓમાં અવતારો ધારણ કરે છે,તે છતાં નિશ્ચયને લીધે,અવતારો સંબંધી દુઃખોના સ્પર્શને પ્રાપ્ત થતા નથી.
એ નિશ્ચય જ "બ્રહ્મવેત્તાપણું" કહેવાય છે.સર્વદા સ્ત્રીની સાથે જ રહેનારા,સદાશિવ નો જે નિશ્ચય છે-
અને રાગથી રહિત રહેનારા બ્રહ્માનો પણ જે નિશ્ચય છે-તે નિશ્ચય તમને પ્રાપ્ત થાઓ.
Jul 29, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-567
એટલે અવિદ્યા કે માયા નું મિથ્યા-પણું-એ અવિદ્યા-કે માયા-એ નામને લીધે જ જણાઈ રહે છે.
જેમ,જીભ ઉપર આવેલા પદાર્થ નો સ્વાદ જીભથી જ જણાય છે-
તેમ માયા-અવિદ્યા નું મિથ્યા-પણું,તેઓના નામો પરથી જ જણાય છે.
આમ,અવિદ્યા ક્યાંય છે જ નહિ,પણ તે અખંડિત બ્રહ્મ જ છે-કે જે બ્રહ્મથી,અનંત-સારી-નરસી-કલ્પનાઓ-વાળું,સઘળું જગત વ્યાપ્ત છે." આ જગત બ્રહ્મ નથી" એવો નિશ્ચય -એ જ અવિદ્યા (માયા) નું સ્વરૂપ છે.અને-"જે જગત છે તે બ્રહ્મ છે" એવો નિશ્ચય -તે જ અવિદ્યા (માયા) નો ક્ષય છે.
Jul 28, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-566
એટલે-જેમાં બીજ જેવી પણ વાસના રહે છે-એવી ગાઢ નિંદ્રા જેવી સ્થિતિ-કદી મોક્ષ આપનાર થતી નથી.
જે સ્થિતિમાં-જ્ઞાન-રૂપ અગ્નિથી શક્તિ-વાળી વાસના બળી ગયેલી હોય છે-ત્તે જ જીવનમુક્તિ કહેવાય છે.અને સત્તા-સામાન્ય-રૂપે રહેલો તેવો પુરુષ,
જીવતાં કે મરી ગયા પછી -પણ દુઃખ ભોગવતો નથી.
Jul 27, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-565
જેમ ઘડામાં રહેલું આકાશ (ઘડાકાશ)-એ ઘડો ફૂટી જતાં (બહારના) મહાકાશમાં મળી જાય છે-
તેમ, ચિત્ત અંતઃકરણમાં (કે સાથે) રહે છે-પરંતુ અંતઃકરણ નો નાશ થતાં,તે ચૈતન્યમાં એકરસ થાય છે.
આ આત્મા -બાળકની જેમ ચિત્તની ગતિ-વગેરેને પોતાના ધર્મોને પોતામાં માની લે છે.ચિત્ત ચાલતું હોય ત્યારે પોતાને ચાલતો માને છે અને ચિત્ત સ્થિર હોય ત્યારે પોતાને સ્થિર માને છે.એટલે-એ આત્મા- એ રીતે ભમતા ચિત્તને જ -વ્યાકુળ થયેલું પોતાનું રૂપ માની લે છે.
Jul 26, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-564
દેશ અને કાળના ક્રમનો ઉદય થાય છે,ત્યારે જેમ અગ્નિમાંથી તણખાઓ નીકળે છે (સુર્યમાંથી કિરણો નીકળે છે) તેમ, ચકચકિત થયેલા એ બ્રહ્મ-રૂપ-ચૈતન્યમાંથી જીવો-રૂપ-ચૈતન્ય નીકળે છે.
જેમ સમુદ્ર એ તરંગોના ભંડાર-રૂપ છે તેમ,બ્રહ્મ અનંત જીવોના ભંડાર-રૂપ છે.બહારના તથા અંદરના પદાર્થો સહિત આ સઘળું બ્રહ્મમાં જ છે.
કેમ કે-જગતની સત્તા -એ બ્રહ્મની સત્તાને આધીન છે.
Jul 25, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-563
જેમ, પરપોટો પાછો પાણીમાં જ લીન થાય છે,તેમ પ્રલયના સમયમાં સૃષ્ટિ પછી બ્રહ્માદિકમાં જ લીન થાય છે.
જેમ વાસ્તવિક રીતે જોતાં,જળ અને તરંગ એક જ છે,તેમ જ્ઞાન અને અજ્ઞાન એક જ છે.
બ્રહ્મમાં વિદ્યાપણું કે અવિદ્યાપણું કંઈ પણ નથી,કેમ કે -તે નામે "માયા" (અવિદ્યા) ની જ વૃત્તિઓ છે.
Jul 24, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-562
તે સૂક્ષ્મ-કળાને "મન-રૂપે" કલ્પવામાં આવે છે.
"મધ્ય" કળા એ "હિરણ્ય-ગર્ભ-રૂપ" થઈને રહે છે,
પછી તેને વિરાટ-રૂપે કલ્પવામાં આવે છે,
ત્યારે તે "સ્થૂળ" કળા એ "વિરાટ-રૂપ" થઈને રહે છે.
એક જ કળા ને જયારે ભેદથી ત્રણ પ્રકારની કલ્પવામાં આવે છે-
ત્યારે-તે કળા જ "પ્રકૃતિ" કહેવાય છે.
અને તે પ્રકૃતિ ના ત્રણ પ્રકારના "સત્વ-રજ-તમસ" ધર્મો કલ્પવામાં આવેલા છે.
અને આ ત્રણ ધર્મો વાળી જે "પ્રકૃતિ" છે તેને જ તમે "અવિદ્યા" (માયા) સમજો.
Subscribe to:
Posts (Atom)