Sep 10, 2019

ભાગવત રહસ્ય-૫૯

દ્રૌપદીએ અશ્વસ્થામાને બચાવ્યો.અર્જુનને કહ્યું-“આને મારશો તો પણ મારા પાંચ પુત્રોમાંથી એક પણ હવે જીવતો થવાનો નથી.પરંતુ અશ્વસ્થામા ને મારશો તો તેની મા ગૌતમીને અતિ દુઃખ થશે. હું હજી સધવા છુ પણ અશ્વસ્થામાની મા વિધવા છે.તે પતિના મર્યા પછી પુત્રના આશ્વાસને જીવે છે.તે રડશે તે મારાથી નહિ જોવાય.”

Sep 9, 2019

ભાગવત રહસ્ય-૫૮

પવિત્ર પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે.પાંચ પ્રકારની બીજ -શુદ્ધિ બતાવવા પંચાધ્યાયીની કથા શરુ કરે છે.પિતૃશુદ્ધિ-માતૃશુદ્ધિ-વંશશુદ્ધિ-અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ.
જેના આ પાંચ પરિપૂર્ણ હોય-તેણે પ્રભુ-દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતાં નથી.પરીક્ષિતમાં આ પાંચેયની શુદ્ધિ હતી.-તે બતાવવા-આગળની કથા કહેવામાં આવે છે.

Sep 8, 2019

ભાગવત રહસ્ય-૫૭

શુકદેવજીને શ્રીકૃષ્ણનું આકર્ષણ થયું-પણ સગુણ-કે નિરાકાર –આ બેમાંથી કોનું ધ્યાન કરું ? તેવી દ્વિધા પણ થઇ.ત્યાં જ-વ્યાસજીના શિષ્યો-બીજો શ્લોક બોલ્યા-(આ શ્લોકમાં શ્રીકૃષ્ણની સ્વભાવ સુંદરતા બતાવી છે)
“અહો! આશ્ચર્ય છે કે-દુષ્ટ પુતનાએ સ્તનમાં ભરેલું ઝેર –જેમને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું. તે પૂતનાને તેમણે એવી ગતિ આપી-કે જે ધાઈને મળવી જોઈએ.એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે-કે-જેનું –અમે-શરણ ગ્રહણ કરીએ ?”