Sep 12, 2019

ભાગવત રહસ્ય-૬૧

કુંતાજી –દુઃખના દિવસો- અને એ દિવસોમાં પ્રભુએ કરેલા ઉપકારોને- ભૂલ્યા નથી.કુંતાજી કહે છે-પ્રભુએ અમને સુખી કર્યા છે.કેવાં કેવાં દુઃખમાંથી અમને ઉગાર્યા છે. નાથ, મને યાદ આવે છે-કે-હું વિધવા થઇ હતી-મારાં બાળકો નાનાં હતાં. ત્યારે-નાથ, તમે જ મારું અને મારાં બાળકોનું રક્ષણ કર્યું હતું.

Sep 11, 2019

ભાગવત રહસ્ય-૬૦

કુંતા એ મર્યાદા ભક્તિ છે.-સાધન ભક્તિ છે.યશોદા- એ-પુષ્ટિ ભક્તિ છે. 
પુષ્ટિ-ભક્તિમાં વ્યવહાર અને ભક્તિને જુદાં માનવામાં આવતાં નથી.
યશોદાનો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો. ભક્તની દરેક ક્રિયા (વ્યવહાર) ભક્તિ બની જાય છે.મર્યાદા ભક્તિ પહેલાં આવે છે.તે પછી પુષ્ટિ ભક્તિ.
મર્યાદા ભક્તિ –એ સાધન છે. તેથી આરંભમાં આવે છે. પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે-એટલે અંતમાં આવે છે.

Sep 10, 2019

ભાગવત રહસ્ય-૫૯

દ્રૌપદીએ અશ્વસ્થામાને બચાવ્યો.અર્જુનને કહ્યું-“આને મારશો તો પણ મારા પાંચ પુત્રોમાંથી એક પણ હવે જીવતો થવાનો નથી.પરંતુ અશ્વસ્થામા ને મારશો તો તેની મા ગૌતમીને અતિ દુઃખ થશે. હું હજી સધવા છુ પણ અશ્વસ્થામાની મા વિધવા છે.તે પતિના મર્યા પછી પુત્રના આશ્વાસને જીવે છે.તે રડશે તે મારાથી નહિ જોવાય.”