Sep 25, 2019

ભાગવત રહસ્ય-૭૪-સ્કંધ-૨

જગતમાં ગુરુ –સુલભ છે. પણ સદગુરુ મળવા દુર્લભ છે.
સદ(સત-સત્ય) એ પરમાત્માનું નામ છે. સર્વમાં ઈશ્વરનાં દર્શન કરે તે સદગુરુ.
પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી આપે તે-સદગુરુ.
માત્ર શબ્દોથી ઉપદેશ આપે તે ગુરુ.(આધુનિક-અત્યારના જમાનામાં આવા ગુરુ ઠેર ઠેર જોવા મળે છે)

Sep 24, 2019

ભાગવત રહસ્ય-૭૩

તે જ વખતે સભામાં શુકદેવજી પધારે છે. બધાં મહાત્માઓ ઉઠીને ઉભા થાય છે. સર્વ વંદન કરે છે.વ્યાસજી પણ તે સભામાં છે.તે પણ ઉભા થઇ વંદન કરે છે. શુકદેવજીનું નામ લેતા –વ્યાસજી પણ ભાન ભૂલ્યા છે.વ્યાસજી વિચારે છે-ભાગવતનું –રહસ્ય-શુકદેવજી જાણે છે-તેવું હું જાણતો નથી. કેવો નિર્વિકાર છે.!!તે કથા કરશે ને હું સાંભળીશ.કોણ ઉભા થયા છે-કોણ માન આપે છે-તેનું પણ શુકદેવજીને ભાન નથી. ક્યાં બેસવું તે પણ ભાન નથી.

Sep 23, 2019

ભાગવત રહસ્ય-૭૨

શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના પિતાનું રાજાએ અપમાન કર્યું છે. તેથી તેમણે-રાજાને શાપ આપ્યો છે.‘રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો –પરંતુ આજથી સાતમે દિવસે-તેના ગળામાં જીવતો સાપ જશે. તેને તક્ષક નાગ કરડશે. તેનું મરણ થશે.’
આ બાજુ પરીક્ષિત ઘેર ગયા –માથેથી મુગુટ ઉતાર્યો અને તેમને- તેમની ભૂલ સમજાઈ. મેં આજે પાપ કર્યું છે. મારી બુદ્ધિ બગડી.મેં ઋષિનું અપમાન કર્યું. મારા વડીલો તો બ્રાહ્મણો માટે પ્રાણ આપતા. તેમના વંશ માં હું આવો થયો?