દિતિને ગર્ભ રહ્યો છે. પુત્રો દેવોને દુઃખ આપશે-એટલે સો વર્ષ સુધી દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂર્ય-ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું.દેવો ગભરાયા. દેવોને શંકા ગઈ-કે આ દિતિના પેટમાં કોઈ રાક્ષસો તો આવ્યા નથી ને ? દેવો બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે આવ્યા છે.અને પૂછ્યું –દિતિના ગર્ભમાં વિરાજેલા –એ છે કોણ ?
બ્રહ્માજી દેવોને –દિતિના પેટમાં કોણ છે –તેની કથા સંભળાવે છે.
કશ્યપ- અગ્નિહોત્રી તપસ્વી ઋષિ છે. અને હંમેશા યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ વિરાજતા હતા. દિતિ-કશ્યપઋષિનાં ધર્મપત્ની છે.એક વખત –સાયંકાળે-શણગાર સજી –દિતિ –કામાતુર બની-કશ્યપઋષિ જોડે આવ્યા છે.કશ્યપઋષિ કહે છે-દેવી આ સમય-કામાધીન-થવા માટે- યોગ્ય નથી. જાવ જઈને ભગવાન પાસે દીવો કરો.
મનુષ્ય હૈયામાં અંધારું છે. વાસના એ અંધારું છે.સ્વાર્થ એ અંધારું છે.કપટ એ અંધારું છે. પ્રભુ પાસે દીવો કરશો-તો હૈયામાં અજવાળું થશે. અંતરમાં પ્રકાશ કરવાનો છે.
મૈત્રેયજીએ કહ્યું-સૃષ્ટિની ઉત્પત્તિની કથા (સર્ગ સિધ્ધાંત) –ભાગવતમાં વારંવાર આવે છે.
તત્વ દૃષ્ટિથી જગત (સૃષ્ટિ) ખોટું છે. તેથી જગતનો બહુ વિચાર આપણા ઋષિઓએ કરેલો નથી. પણ જગત (સૃષ્ટિ) જેણે બનાવ્યું છે,જેના આધારે જગત રહેલું છે –તે પરમાત્માનો વારંવાર –બહુ વિચાર કર્યો છે.