નવ કન્યાઓના જન્મ પછી કર્દમ સંન્યાસ લેવા તૈયાર થયા. દેવહુતિ ગભરાયા.
કર્દમ કહે છે-કે મેં તારા પિતાને કહ્યું હતું –કે સંન્યાસ લઈશ.હું કઈ નવી વાત કરતો નથી.દેવહુતિ કહે છે-નાથ,હું પણ ત્યાગ કરવા તૈયાર છું. પણ આપે પ્રતિજ્ઞા કરેલી કે –એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ.તો હજુ પુત્ર નો જન્મ થયો નથી, આ નવ કન્યાઓ અને મારી દેખભાળ કોણ રાખશે ?
અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના ઋષિ થઇ ગયા. ષડશાસ્ત્રો પર તેમને લખેલી ટીકાઓ પ્રખ્યાત છે.તે ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે.લગ્ન થયેલું પણ ૩૬ વર્ષ સુધી જાણતા નહોતા કે –મારી પત્ની કોણ છે ? એક દિવસ બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય પર ટીકા લખતા હતા.એક લીટી બરાબર બેસતી નહોતી.દીવો થોડો મંદ થયો હતો એટલે બરોબર દેખાતું નથી.તે વખતે પત્ની આવી દીવાની વાટ સંકોરે છે. વાચસ્પતિની નજર તેમના પર પડી-તેઓ પૂછે છે-કે-દેવી તમે કોણ છો ? પત્નીએ યાદ દેવડાવ્યું-કે ૩૬ વર્ષ પહેલાં નાની ઉમરમાં આપણાં લગ્ન થયેલાં છે. હું તમારી પત્ની છું.
મનુ મહારાજ-રાણી શતરૂપા અને દેવહુતિ સાથે-કર્દમઋષિના આશ્રમમાં આવે છે. કર્દમઋષિ ઉભા થયા છે-સ્વાગત કરે છે.વિચારે છે-પ્રભુએ કહ્યું હતું તેમ –મનુ મહારાજની પાછળ ઉભેલી જે કન્યા છે-તે મારી પત્ની થવાની છે, પ્રભુએ બહુ વખાણ કર્યા છે,પણ હું કન્યાની પરીક્ષા કરું.
કર્દમ વિવેકથી કન્યાની પરીક્ષા કરે છે.કર્દમઋષિએએ ત્રણ આસનો પાથર્યા છે,તેના ઉપર બેસવા બધાને કહે છે. મનુ-શતરૂપા આસન પર બેસે છે-પણ દેવહુતિ આસન પર બેસતા નથી. કર્દમઋષિએ કહ્યું-આ ત્રીજું આસન –દેવી-તમારા માટે છે.