Jan 20, 2020

ભાગવત રહસ્ય-૧૬૫

જ્ઞાનનો ઉપયોગ પ્રભુની સર્વવ્યાપકતાનો અનુભવ કરવા માટે છે.
એક મહાત્માના બે શિષ્યો.બન્ને ખુબ ભણેલા.કથા વાર્તા પણ કરતા.મહાત્માનો અંત સમય આવ્યો. મહાત્મા એ વિચાર્યું-કે –ગાદી કોને આપું ?મહાત્માએ બે ફળ મંગાવ્યા. અને બન્ને શિષ્યોને બોલાવી –બન્નેને એકએક ફળ આપ્યું.અને કહ્યું-એવી જગ્યાએ આ ફળ ખાજો કે કોઈ તમને ફળ ખાતાં જુએ નહિ.

ભાગવત રહસ્ય-૧૬૪

પ્રહલાદ ની જેમ –જે-ભગવાનની ગોદમાં વિરાજે છે-તેને કાળ કંઈ કરી શકતો નથી.
પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ મહત્વનો છે. જ્ઞાન વગેરેની મહત્તા ઓછી છે.શબ્દ-જ્ઞાનની બહુ જરૂર નથી.અનેકવાર એવું પણ બને કે શબ્દ-જ્ઞાન પ્રભુનું ભજન કરવામાં વિઘ્ન-રૂપ થાય. પ્રેમભક્તિ વગરનું જ્ઞાન નકામું છે.હિરણ્યકશિપુ જેવા માટે ભગવાન ભયંકર અને કઠોર છે-પ્રહલાદ જેવા માટે તે કમળ જેવા કોમળ છે.
એટલે જ -વિષ્ણુસહસ્ત્રનામમાં –પણ ભગવાનને ભયરૂપ,ભયકારક અને સાથે સાથે ભયનો નાશ કરનાર પણ કહ્યા છે.

Jan 19, 2020

ભાગવત રહસ્ય-૧૬૩

હિરણ્યકશિપુએ પૂછ્યું-તારા ભગવાન સર્વત્ર છે-તો આ થાંભલામાં તારો વિષ્ણુ કેમ દેખાતો નથી ? બોલ, તારા ભગવાન આ થાંભલામાં છે?
પ્રહલાદ કહે છે-જી,હા મારા ભગવાન આ સ્તંભમાં પણ છે.તમારી આંખમાં કામ છે એટલે તમને દેખાતા નથી. મને તેમના દર્શન થાય છે.
જેના મનમાં પાપ છે-વિકારવાસના છે-તેને પરમાત્મા નાં દર્શન થતાં નથી.