Mar 5, 2020

ભાગવત રહસ્ય-૨૦૯

એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે.ભગવાનની આરાધના માટે – મનુષ્ય ભાગવત વ્રત કરે –તો-તે સુખી થાય છે.આમે ય વૈજ્ઞાનિક કારણોસર પણ -પેટને (જઠરને)-મહિનામાં એક-બે દિવસ –રજા આપવાથી.શરીર નું સ્વાસ્થ્ય સારું રહે છે.(અને આવા જ કારણોસર આવા વ્રત બનાવવામાં આવ્યા હશે!!)
એકાદશીનું વ્રત ત્રણ દિવસનું બતાવ્યું છે,

Mar 4, 2020

ભાગવત રહસ્ય-૨૦૮

અંબરીશ શબ્દનો જરા વિચાર કરો-અંબર એટલે આકાશ અને ઈશ એટલે ઈશ્વર. આકાશ એ શરીરની અંદર પણ છે અને બહાર પણ છે.જેના અંદર બહાર સર્વે ઠેકાણે ઈશ્વર છે-તે અંબરીશ.જેને ચારે બાજુ પરમાત્મા દેખાય તે અંબરીશ.
જ્ઞાનમાર્ગમાં ઇન્દ્રિયરૂપી દ્વારને બંધ રાખવા પડેછે, 
જયારે ભક્તિમાર્ગમાં એક એક ઇન્દ્રિયને ભગવાનના માર્ગમાં લગાવવી પડે છે.

Mar 3, 2020

ભાગવત રહસ્ય-૨૦૭

નૃસિંહ અવતારની કથાએ –ક્રોધનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું,
વામન અવતારની કથાએ –લોભનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું. 
હવે રામચંદ્રજીની કથા –કામનો નાશ કેવી રીતે કરવો-તે શીખવશે.
ભાગવતનું ધ્યેય –કૃષ્ણ-લીલા-ચરિત્ર કહેવાનું છે,પણ પહેલા સ્કંધથી કૃષ્ણલીલાનું વર્ણન કર્યું નથી,તેનું કારણ એ છે કે- ક્રોધ,લોભ,કામનો નાશ થાય પછી જ –પરમાત્મા મળે- શ્રીકૃષ્ણ મળે.