વાલ્મીકિ રામજીને કહે છે-કે- આ તો સત્સંગ નું ફળ છે,પહેલાં હું વાલિયો ભીલ હતો,હું કુસંગથી બગડેલો,લૂંટફાટનો ધંધો કરતો.અનેક જીવોની હિંસા કરતો,પણ નારદજીના સત્સંગથી મારું જીવન સુધર્યું.એક વખત સપ્તર્ષિઓ વનમાંથી જતા હતા,મારી નજર પડી અને મેં મારા સેવકોને આજ્ઞા કરી કે-પકડો તેમને અને લુંટો તેમને.
સપ્તર્ષિઓ એ મને કહ્યું –કે અમે બધું આપી દેવા તૈયાર છીએ.
કેવટ અભણ છે,પણ તે જે વાત કરે છે-તે એક ભણેલાને પણ પાછા પાડી દે તેવી છે.રામજીને એ જોતાની સાથે ઓળખી ગયો છે,રામજીને એણે ભરપૂર પ્રેમ કર્યો છે.કેવટ રામના રાજ્યાભિષેક વખતે તેના ઉપકારનો બદલો લેવા ગયો નથી.
પરંતુ રામજીએ યાદ રાખી ગુહકના મારફતે પ્રસાદ મોકલાવ્યો છે.અતિસંપત્તિમાં પણ રામજી –કેવટના પ્રેમને,કેવટના ઉપકારને ભૂલ્યા નથી.ગુહકને કહ્યું છે-કે-
“હું તમારે ગામ આવેલો ત્યારે કેવટ મને ગંગાપાર લઇ ગયો હતો,તેને આ વસ્ત્રો-આભૂષણો આપજો,તેણે મારી બહુ સેવા કરી છે.”
રામ,સીતા અને લક્ષ્મણ ગંગા-કિનારે આવ્યા છે. ગંગાજીને સામે કિનારે જવાનું હતું.
ગંગાજીમાં હોડીમાં કેવટ ઉભો હતો.લક્ષ્મણજી તેને દુરથી જ પૂછે કે-“અમને સામે પાર લઇ જઈશ ?” કેવટ મર્મ માં હસે છે-અને નાવડી માંથી જ જવાબ આપે છે-“હું તમારો મર્મ જાણું છું” લક્ષ્મણ પૂછે છે-ભાઈ તું શું મર્મ જાણે છે ?