વાસના પણ શૂર્પણખાની જેમ પહેલાં સુંદર લાગે છે અને પછી,પોતાનું પોત પ્રકાશિત કરે છે.વાસનાની પક્કડમાંથી જલ્દી છૂટી શકાતું નથી.વાસના ઇન્દ્રિયોમાંથી ઉદ્ભવે છે,અને ઇન્દ્રિયોના ઉપભોગમાં કદી શાંતિ મળતી નથી.શાંતિ ભોગથી નહિ પણ ત્યાગથી મળે છે.મનુષ્યે વાસના રૂપી શૂર્પણખાથી સાવધાન રહેવાની જરૂર છે.
જયારે શૂર્પણખા રામજીની પાસે આવી ત્યારે રામજીએ તેને નજર આપી નથી. જયારે વાસનાનો પ્રસંગ આવે ત્યારે આંખને પરમાત્માના ચરણ તરફ રાખવાની.......
આ બાજુ ચિત્રકૂટમાં રામજીએ વિચાર્યું કે-જો અહીં રહીશ તો અયોધ્યાથી ઘણા લોકો મને મળવા આવશે.એટલે રામજીએ ચિત્રકૂટનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો.
ચિત્રકૂટના મહાન સંત અત્રિ ઋષિના આશ્રમમાં રામજી પધાર્યા છે.
અત્રિ=નિર્ગુણી. ત્રણ ગુણમાં ફસાય નહિ તે અત્રિ.મનુષ્ય ત્રણ ગુણમાં ફસાયેલો રહે છે.દિવસે રજોગુણમાં,રાત્રે તમોગુણ માં,અને ભગવદ ભજનમાં હૃદય આર્દ્ર બને ત્યારે સત્વગુણ માં.
રામની આસ પાસ ઘણા બધા લોકો એકત્ર થયા છે અને ચર્ચા ચાલે જાય છે, ભરત આજ્ઞા માગે છે.રામજીએ છેલ્લો નિર્ણય જાહેર કર્યો-કે-ભરત આજ સુધી મેં તને કદી નારાજ કર્યો નથી પણ આજે મારે તને નારાજ કરવો જ પડશે.પિતાજીની આજ્ઞાનું પાલન કરવું તે મારો અને તારો બંનેનો ધર્મ છે.પિતાજીની બંને આજ્ઞાનું પાલન કરવાનું જ છે.પહેલી આજ્ઞા તારે પાળવાની છે અને બીજી આજ્ઞા મારે પાળવાની છે. તારે ચૌદ વર્ષ રાજ્ય કરવાનું છે-અને મારે ચૌદ વર્ષ વનમાં રહેવાનું છે.