Apr 23, 2020

ભાગવત રહસ્ય -૨૫૪

રામ-લક્ષ્મણ આશ્રમમાં પાછા આવ્યા અને જોયું તો સીતાજી આશ્રમમાં નથી.
રઘુનાથજીએ નાટક કર્યું છે,અજ્ઞાનથી –વિયોગમાં- સામાન્ય જીવ રડે છે-દુઃખી થાય છે.રામજી પાસે અજ્ઞાન આવી શકે નહિ.તેમ છતાં-સ્ત્રીવિયોગમાં પુરુષ જેવી રીતે રડે છે-તેનું નાટક કર્યું છે.એકનાથજી એ સીતા-વિયોગ બહુ સુંદર રીતે વર્ણવ્યો છે.
રામ,--હે સીતે-હે સીતે--કરીને આંખો બંધ કરીને વિલાપ કરે છે-ત્યારે લક્ષ્મણ સમજાવે છે-ધીરજ રાખો,આંખો ઉઘાડો.

Apr 22, 2020

ભાગવત રહસ્ય -૨૫૩

વાસના પણ શૂર્પણખાની જેમ પહેલાં સુંદર લાગે છે અને પછી,પોતાનું પોત પ્રકાશિત કરે છે.વાસનાની પક્કડમાંથી જલ્દી છૂટી શકાતું નથી.વાસના ઇન્દ્રિયોમાંથી ઉદ્ભવે છે,અને ઇન્દ્રિયોના ઉપભોગમાં કદી શાંતિ મળતી નથી.શાંતિ ભોગથી નહિ પણ ત્યાગથી મળે છે.મનુષ્યે વાસના રૂપી શૂર્પણખાથી સાવધાન રહેવાની જરૂર છે.
જયારે શૂર્પણખા રામજીની પાસે આવી ત્યારે રામજીએ તેને નજર આપી નથી. જયારે વાસનાનો પ્રસંગ આવે ત્યારે આંખને પરમાત્માના ચરણ તરફ રાખવાની.......

Apr 21, 2020

ભાગવત રહસ્ય -૨૫૨

આ બાજુ ચિત્રકૂટમાં રામજીએ વિચાર્યું કે-જો અહીં રહીશ તો અયોધ્યાથી ઘણા લોકો મને મળવા આવશે.એટલે રામજીએ ચિત્રકૂટનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો.
ચિત્રકૂટના મહાન સંત અત્રિ ઋષિના આશ્રમમાં રામજી પધાર્યા છે.
અત્રિ=નિર્ગુણી. ત્રણ ગુણમાં ફસાય નહિ તે અત્રિ.મનુષ્ય ત્રણ ગુણમાં ફસાયેલો રહે છે.દિવસે રજોગુણમાં,રાત્રે તમોગુણ માં,અને ભગવદ ભજનમાં હૃદય આર્દ્ર બને ત્યારે સત્વગુણ માં.