શ્રીકૃષ્ણ  (પરમાત્મા) હાથમાં આવ્યા પછી,શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું  જોઈએ.પણ અહીં પ્રભાવતીના મનમાં અભિમાન આવ્યું છે.પ્રભાવતીને ઠસક છે કે-લાલાને મેં પકડ્યો છે.બીજું કોઈ તેને - પકડી શકે નહિ.પ્રભાવતી શ્રીકૃષ્ણનું સ્મરણ કરતી નથી,પણ પોતાનું સ્મરણ કરે છે.મનુષ્ય સાધના કરે એટલે ઈશ્વર હાથમાં આવે છે.પછી તે સાધનામાં નિષ્ઠા ન રહે તો ઈશ્વર છટકી જાય છે.
Jul 15, 2020
Jul 14, 2020
ભાગવત રહસ્ય -૩૩૧
ગોકુલમાં એક પ્રભાવતી નામે ગોપી રહેતી હતી. તે જરા અભિમાની હતી,તેના મનમાં ઠસક હતી.તેણે કહ્યું-કે એમાં શું મોટી વાત છે? હું લાલાને પકડીને બતાવીશ.
પ્રભાવતી વિચારે છે-કે-કનૈયો કેવી રીતે ચોરી કરે છે તે મારે જોવું છે,પેટ ભરીને માખણ આરોગે પછી,તેણે પકડવો છે.તેથી તે પલંગની નીચે સંતાઈને બેઠી છે.બાળકો સાથે લાલો ઘરમાં ધીરે ધીરે દાખલ થાય છે.
પ્રભાવતી વિચારે છે-કે-કનૈયો કેવી રીતે ચોરી કરે છે તે મારે જોવું છે,પેટ ભરીને માખણ આરોગે પછી,તેણે પકડવો છે.તેથી તે પલંગની નીચે સંતાઈને બેઠી છે.બાળકો સાથે લાલો ઘરમાં ધીરે ધીરે દાખલ થાય છે.
Jul 13, 2020
ભાગવત રહસ્ય -૩૩૦
યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી,કનૈયો આવે છે,તેવી તમને ખબર પડે છે,તો તે આવવાનો હોય તે દિવસે માખણ  તમારા ઘરમાં ના રાખો,કોઈ આડોશી-પાડોશીના ઘેર મૂકી આવો.બે-ચાર વખત ફેરો ખાલી જશે, પછી તે નહિ આવે.ત્યારે ગોપી બોલી-કે-મા તમે જે શિખામણ આપો છો તે પણ અમે કરી જોયો છે,પણ તે કામમાં આવે તેમ નથી. મા,તમને શું કહું ?એક દિવસ કનૈયો મને રસ્તામાં મળ્યો,મારી સામું જોઈ હસવા લાગ્યો.અને મને કહે છે-કે-આવતી કાલે હું ત્યારે ત્યાં આવીશ. હું ઘેર આવી અને બધું માખણ મારે પિયર મૂકી આવી,ઘરમાં કશું રાખ્યું નહિ,
Subscribe to:
Comments (Atom)


