Jul 16, 2020

ભાગવત રહસ્ય -૩૩૩

પ્રભાવતીના આ દ્રષ્ટાંત પાછળ રહસ્ય છે.પ્રભાવતી અભિમાની છે,હાથમાં શ્રીકૃષ્ણ છે,અને અક્કડમાં ચાલે છે.ઘમંડવાળી બુદ્ધિ પ્રભાવતી છે.એવી સકામ બુદ્ધિ ઈશ્વરને પકડી શકતી નથી,બુદ્ધિ નિષ્કામ બને તો જ ઈશ્વરને પકડી શકે છે.
હાથમાં પરમાત્મા આવ્યા પછી,પણ ભક્તિ ચાલુ રાખવી જોઈએ.લાલાને પકડ્યા પછી લાલાનું ચિંતન કરવાનું. પોતાનું નહિ.પ્રભાવતીએ પોતાનું ચિંતન કર્યું.ઈશ્વર હાથમાં આવ્યા પછી અભિમાન થાય કે ઈશ્વર મારા હાથમાં છે,તો ઈશ્વર છટકી જાય છે.પરમાત્મા મળે,છતાં સંત માને છે કે હજુ ભગવાન મળ્યા નથી,મારે હજુ ખૂબ ભજન કરવાનું છે.

Jul 15, 2020

ભાગવત રહસ્ય -૩૩૨

શ્રીકૃષ્ણ (પરમાત્મા) હાથમાં આવ્યા પછી,શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ.પણ અહીં પ્રભાવતીના મનમાં અભિમાન આવ્યું છે.પ્રભાવતીને ઠસક છે કે-લાલાને મેં પકડ્યો છે.બીજું કોઈ તેને - પકડી શકે નહિ.પ્રભાવતી શ્રીકૃષ્ણનું સ્મરણ કરતી નથી,પણ પોતાનું સ્મરણ કરે છે.મનુષ્ય સાધના કરે એટલે ઈશ્વર હાથમાં આવે છે.પછી તે સાધનામાં નિષ્ઠા ન રહે તો ઈશ્વર છટકી જાય છે.

Jul 14, 2020

ભાગવત રહસ્ય -૩૩૧

ગોકુલમાં એક પ્રભાવતી નામે ગોપી રહેતી હતી. તે જરા અભિમાની હતી,તેના મનમાં ઠસક હતી.તેણે કહ્યું-કે એમાં શું મોટી વાત છે? હું લાલાને પકડીને બતાવીશ.
પ્રભાવતી વિચારે છે-કે-કનૈયો કેવી રીતે ચોરી કરે છે તે મારે જોવું છે,પેટ ભરીને માખણ આરોગે પછી,તેણે પકડવો છે.તેથી તે પલંગની નીચે સંતાઈને બેઠી છે.બાળકો સાથે લાલો ઘરમાં ધીરે ધીરે દાખલ થાય છે.