જયારે કેટલાક
ભક્તો માને છે કે-અમને જ્ઞાન-વૈરાગ્યની જરૂર નથી.આ બંને વિચારો યોગ્ય નથી.ભક્તિ
તો જ્ઞાન-વૈરાગ્ય વગર રડે છે.જ્ઞાન-વૈરાગ્ય આવે તો ભક્તિ દૃઢ બને છે.
ભક્તિમાં જ્ઞાનનો સાથ ના હોય તો અખંડ ભક્તિ થતી નથી.
અહીં,
ઉદ્ધવ જ્ઞાની છે પણ તેમના જ્ઞાનને ભક્તિ નો સાથ નથી.
જ્ઞાન
એ ભક્તિ વિનાનું હોય તો અભિમાન આવે છે,ભક્તિ હોય તો તે નમ્ર બને છે.
બ્રહ્મજ્ઞાન
થાય પણ “સ્વ-રૂપ” માં પ્રીતિ ના થાય,ત્યાં સુધી બ્રહ્મનો અનુભવ થતો નથી.


