શુકદેવજી
પરમહંસ છે.પરમહંસ
તેને કહે છે કે જે પરમાત્મા સાથે પરણે છે.(જેનું ઈશ્વર સાથે મિલન થયું છે) શુકદેવજીનું લગ્ન (મિલન) પરમાત્મા સાથે થયું છે.અહીં
ભાષા લગ્ન ની છે.પણ તાત્પર્ય એ છે કે-જીવને ઈશ્વર સાથે લગ્ન કરવાનું
છે.(જીવ-ઈશ્વરનું મિલન)
રુક્મિણી
એ કૃષ્ણ પરના પત્રમાં લખ્યું છે-કે-મારે કામી પુરુષ સાથે પરણવું નથી.કામી રાજાઓ
તો શિયાળવાં જેવાં છે.તેમનું તો નામ લેવું પણ મને ગમતું નથી.તેમની સામે જોવાની પણ
ઈચ્છા થતી નથી.મારે
કોઈ રાજાની રાણી થવું નથી.તમે નિષ્કામ છો,હું નિર્વિકાર છું.મારે તમારી સાથે
પરણવું છે.