જરાસંઘના પિતા બૃહદ્રથ મોટા ધર્માત્મા અને સત્યવાદી રાજા હતા.પણ તેમને કોઈ સંતાન નહોતું.એક
વખત કૌશિક મુનિ તેમના નગરમાં આવ્યા,રાજાએ તેમની પૂજા કરી સન્માન કર્યું.મુનિએ
રાજાને વરદાન માગવા કહ્યું, રાજાએ પુત્ર-પ્રાપ્તિની ઈચ્છા દર્શાવી.
ત્યારે
મુનિએ ફળ આપ્યું અને કહ્યું કે આ તારી રાણીને ખવડાવજે તેથી તેને પુત્ર થશે.