જીવ,ઈશ્વરથી થોડો પણ વિખુટો હશે તો અંતે રડવાનું છે. ઈશ્વરના વિયોગનો રોગ જીવને થયો છે.અને
આ વિયોગ રૂપી દુઃખની દવા એ છે કે-જીવ,ઈશ્વર સાથે સંબંધ જોડે.“મારે
ઈશ્વરમાં મળી જવું છે” તેવો નિશ્ચય કરવાનો છે.પણ
આ શરીરથી શરૂમાં બ્રહ્મ-સંબંધ થઇ શકે નહિ,શરીર મલિન ,શરીરમાંથી સતત દુર્ગંધ
નીકળે છે.તેથી
પ્રારંભમાં મનથી ઈશ્વર સાથે સંબંધ જોડવો જોઈએ.કાળ
સર્વને માથે છે.તેમાંથી છૂટવા કાળના યે કાળ શ્રીકૃષ્ણને શરણે જવું જોઈએ.
Dec 18, 2020
Dec 17, 2020
ભાગવત રહસ્ય -૪૭૮
એક
દિવસ પિંડારક તીર્થમાં ઋષિમુનિઓ બેઠા હતા.યાદવકુમારોને આ ઋષિઓની મશ્કરી કરવાનું સુઝ્યું. અતિસંપત્તિમાં યાદવો ભાન ભૂલ્યા છે.યાદવકુમારોએ
શાંબને સ્ત્રીનો પહેરવેશ પહેરાવી તેને ઋષિમુનિઓ પાસે લઇ ગયા.અને ઋષિમુનિઓને પૂછ્યું
કે આ સ્ત્રી ગર્ભિણી છે,આને પુત્ર થશે કે પુત્રી? ઋષિઓને આ ઠીક લાગ્યું નહિ.અને
શાપ આપ્યો કે-આને
પુત્ર કે પુત્રી નહિ પણ તમારા વંશનો વિનાશ કરનારું મુશળ પેદા થશે.
Dec 16, 2020
ભાગવત રહસ્ય -૪૭૭
અગિયારમા
સ્કંધમાં આગળ આવી ગયેલા એકથી દશ સ્કંધનો ઉપસંહાર છે.અગિયારમા
સ્કંધમાં વર્ણવેલું જ્ઞાન,આગળના અધ્યાયો માં આવી ગયેલ કપિલગીતા,પુરંજન આખ્યાન,ભવાટવી
નું વર્ણન વગેરેમાં વર્ણવેલ જ્ઞાનમાં આવી જાય છે.આ
અગિયારમા સ્કંધમાં ઉપસંહાર રૂપે આગળનું બધું જ્ઞાન ફરીથી કહેવામાં આવ્યું છે.આમ
અગિયારમો સ્કંધ એ ભગવાનનું મુખ છે,કે જેમાં જ્ઞાન ભરેલું છે.
Subscribe to:
Posts (Atom)