જેમ કમળનું પાન,રાત-દિવસ પાણીમાં રહે છે,પણ
પાણી થી ભીંજાતું નથી.તે જ રીતે સંસારમાં રહીને પણ સંસારથી અલિપ્ત રહેતો
મનુષ્ય,બીજા મનુષ્યોના જેવો જ ભાસે છે.
ભલે બહારથી તે લોકાચાર પ્રમાણે વર્તે - પણ તેનું
અંતર નિશ્ચળ અને પરમાત્મ-પરાયણ હોય છે.જેમ,જો પાણીની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય
તો –પાણીના સંગથી સૂર્ય પાણીમાં હોય તેમ લાગે છે.પણ સાચી રીતે સૂર્ય પાણી નથી.તેમ,ઉપરથી જોતાં તે મનુષ્ય સાધારણ લાગે
છે-પરંતુ તેની “આત્મસ્થિતિ” ઓળખી શકાતી નથી.