Jan 29, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૭

જેમ,સાપની જોડે કે વાઘની જોડે-રમી શકાય નહિ.કેરોસીનની નજીક તણખો (અગ્નિ) લઇ જવાય નહિ, અને જો ભૂલથી કે કૌતુકતાથી પણ તેની નજીક અગ્નિ જાય તો જે ભડકો થાય અને જ્વાળાઓ નીકળે તે ઘણી વખત કાબુમાં લાવવી મુશ્કેલ બની જાય છે.
તેમ,કોઈ પણ વિચારવાન (બુદ્ધિશાળી) મનુષ્યે, ભૂલથી કે કૌતુકતાથી પણ –
ઇન્દ્રિયો  (જીભ-વગેરે) ના લાલન પાલન (લાડ કોડ) કરવા નહિ જોઈએ.અને જો કરે-તો- ઇન્દ્રિયો (જીભ-વગેરે)ની વિષય લોલુપતા (સ્વાદ-વગેરેની લોલુપતા) વધે છે,અને પછી તેનો અવરોધ (વિરોધ) કરી શકાતો નથી.

Jan 28, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-19-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-19


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૬

કોઈ પણ પ્રકારના કર્મો હોય-પણ તે બધાં જ કર્મો,પ્રકૃતિના ગુણોને આધારે થાય છે.
(પ્રકૃતિના ગુણો=સાત્વિક,રાજસિક,તામસિક)
(૧)-અજ્ઞાની- મૂર્ખ-દેહાભિમાની મનુષ્યો,આ પ્રકૃતિ ને આધીન થઇ અને વર્તે છે (કર્મો કરે છે)-અને પ્રકૃતિના ગુણોના ફંદામાં ફસાઈ જાય છે.ખરેખર તો ઇન્દ્રિયો જ–આ પ્રકૃતિના ગુણોને આધીન થઈ-વર્તતી હોય છે-તેમ છતાં –એ અજ્ઞાની મનુષ્ય અહંકારથી એમ જ માને છે-કે-“સર્વ કર્મો હું જ કરું છું” -અને બંધનમાં પડે છે.