ભગવાન કહે છે કે-હું સદાકાળ ભક્તને આધીન છું.ભક્તની રક્ષા કાજે,રામ તરીકે ધનુષ્યબાણ લઈને ખડો છું,શ્રીકૃષ્ણ તરીકે સુદર્શન ચક્ર લઈને ખડો છું,અને શંકર તરીકે ત્રિશુળ લઈને ઉભો છું,મારા ભક્તને ભય નથી,મારા ભક્તનો નાશ નથી.
સંસાર એ તો ખોટનો ધંધો છે.અનેક જન્મો ગયા પણ ભવની ચક્કીમાંથી છૂટાયું નથી.એકવાર ખોટનો ધંધો કર્યો,બેવાર કર્યો,દશવાર કર્યો-તો યે શાન આવતી નથી.જે ડાહ્યો મનુષ્ય હોય તે ખોટનો ધંધો ના કરે.પણ રામ નામનો વેપાર કરે,કે એ ધંધો એવો છે કે તેમાં નફો જ નફો છે.જેની પ્રાપ્તિથી બધું જ પ્રાપ્ત થઇ જાય તેવો નફો છે.પછી કશું મેળવવાનું બાકી રહેતું નથી.એ ધંધાનો આનંદ એ ધંધાનું માધુર્ય એવું છે કે-એ આનંદનો કોઈ જોટો નથી અને તે માધુર્યનો કોઈ અંત નથી.