Aug 2, 2021

Gujarati-Ramayan-Rahasya-31-ગુજરાતી-રામાયણ-રહસ્ય-31

અરણ્યકાંડ પછી આવે છે કિષ્કિંધાકાંડ.અરણ્યકાંડમાં વાસનાનો વિનાશ કર્યો.પછી કિષ્કિંધાકાંડમાં સુગ્રીવ-રામની મૈત્રી થાય છે.કામની દોસ્તી જ્યાં સુધી મનુષ્ય છોડે નહિ ત્યાં સુધી રામની દોસ્તી થતી નથી.સુગ્રીવ અને રામની મૈત્રીની (જીવ અને ઈશ્વરના મિલનની) કથા આ કાંડમાં છે.સુગ્રીવ એ જીવાત્મા અને રામજી એ પરમાત્મા. જીવ અને ઈશ્વરનું મિલન ત્યારે થાય કે હનુમાનજી (બ્રહ્મચર્ય) મધ્યસ્થી બને.હનુમાનજી ટેકો કરે.
હનુમાનજી બ્રહ્મચર્યનું પ્રતિક છે.સુગ્રીવ એટલે કે જેનો કંઠ (ગ્રીવા) સારો છે તે. કંઠની શોભા આભૂષણોથી નથી,પણ,બ્રહ્મચર્યથી અને રામનામથી છે.

Jul 31, 2021

Gujarati-Ramayan-Rahasya-30-ગુજરાતી-રામાયણ-રહસ્ય-30

શ્રી રામાયણ એ રામજીનું નામ-સ્વ-રૂપ હોઈ,જીવ માત્રનો તે ઉદ્ધાર કરે છે,રામજીએ તો અમુક જીવોનો ઉદ્ધાર કરેલો પણ રામાયણે તો ગણ્યા ગણાય નહિ એટલા જીવોનું કલ્યાણ કર્યું છે,કરે છે અને કરશે.તેથી જ રામાયણ એ શ્રેષ્ઠ છે એમ કહેવાય છે.
રામાયણના સાત કાંડ  તુલસીદાસજી એ સાત સોપાન કહ્યા છે.સોપાન એટલે પગથિયું.માનવ જીવનનાં આ સાત પગથિયાં છે.
એક પછી એક પગથિયું ચડાવી  જીવ  તે પ્રભુ ચરણ  લઇ જાય છે.