Aug 14, 2021

Gujarati-Ramayan-Rahasya-43-ગુજરાતી-રામાયણ-રહસ્ય-43

રામ-જન્મની આગલી રાતે દશરથ રાજા સૂતેલા હતા ત્યાં તેમને રાત્રિના પાછલા પહોરે સુંદર સ્વપ્ન દેખાયું.તે સ્વપ્નમાં જુએ છે કે-તેમને આંગણે મહાત્મા અને ઋષિઓ પધાર્યા છે.અને પોતે સરયુ નદીમાં સ્નાન કરી,ઘેર આવી ઠાકોરજીની પૂજા કરી ભગવાનની આરતી ઉતારતાં ભગવાનના શ્રીઅંગને નિહાળે છે,ત્યારે ભગવાન તેમની સામે જોઈ મરકમરક હસે છે.પછી તેમના શ્રીઅંગમાંથી દિવ્ય તેજ પ્રગટ થાય છે અને કૌશલ્યાજીના શરીરમાં પ્રવેશ કરે છે.આટલું જુએ છે ત્યાં રાજા જાગી જાય છે.જાગીને દશરથ રાજા સીધા વશિષ્ઠ ઋષિ પાસે જઈ અને સ્વપ્નની વાત કહે છે.

Aug 13, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-10-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-10


Gujarati-Ramayan-Rahasya-42-ગુજરાતી-રામાયણ-રહસ્ય-42

કોશલ દેશની રાજધાની અયોધ્યાનું વાલ્મીકિએ બહુ સુંદર વર્ણન કર્યું છે.
અયોધ્યામાં ઇક્ષ્વાકુ વંશ (રધુ વંશ)ના રાજા દશરથનું રાજ્ય હતું.દશરથ રાજા ધર્મનિષ્ઠ હતા અને પ્રજાનું સારી રીતે પાલન કરતા હતા.અયોધ્યાના લોકો પણ સદાચારી અને ધર્મપ્રેમી હતા.