Oct 14, 2021

Gujarati-Ramayan-Rahasya-101-ગુજરાતી-રામાયણ-રહસ્ય-101

દશરથરાજાના દેહનો અગ્નિ સંસ્કાર અને ઉત્તરક્રિયા વગેરે પતી ગયા પછી,
વશિષ્ઠજીએ મંત્રીઓ,મહાજનોને બોલાવી અને સભા બોલાવી,અને સભામાં 
ભરતને પોતાને પડખે બેસાડ્યો. પછી,સભામાં વશિષ્ઠજીએ ઉભા થઇ ને કહ્યું કે-
લાભ-હાનિ,જીવન-મરણ,જશ-અપજશ-વગેરે આપણા હાથની વાત નથી,તો એને 
માટે કોને દોષ દેવો અને કોના પર ક્રોધ કરવો? દશરથરાજા શોક કરવાને પાત્ર નથી,
તેઓ તો શ્રીરામનું સ્મરણ કરતાં મંગલમય મૃત્યુને વર્યા છે.
એમનો રામ-પ્રેમ સત્ય છે કે,રામના વનમાં ગયા પછી,તેમના વિયોગમાં તે જીવ્યા નહી.

Oct 13, 2021

Gujarati-Ramayan-Rahasya-100-ગુજરાતી-રામાયણ-રહસ્ય-100

કૈકેયીની વાત સાંભળી ભરતના કાળજે આગ લાગી,પિતાના મરણનો શોક પણ 
તે જાણે ભૂલી ગયા.અને આ સર્વ અનર્થનું કારણ પોતે છે,એ જાણી તેમના દુઃખનો પાર રહ્યો નહિ.મનમાં ભરાયેલા ગુસ્સાથી તે બોલી ઉઠયા કે-અરેરે,તેં તો કુળનો 
નાશ કરી નાખ્યો,જો તારી આવી દુષ્ટ ઈચ્છા હતી તો મને જન્મતાં જ કેમ 
મારી ના નાખ્યો? તેં તો ઝાડને કાપીને પાંદડાંને પાણી સીંચ્યું,મને રામ-લક્ષ્મણ 
જેવા ભાઈ મળ્યા,પણ વિધિની વક્રતા છે, કે માતા તરીકે મને તું મળી.
તને મા, કહેતાં પણ મારી જીભ અચકાય છે, અરે,આવું માગતાં તારી જીભ કેમ ના તૂટી પડી? 
તારા મોં મોં કીડા કેમ ના પડ્યા? તારા હૃદયના કટકા કેમ ના થયા?