Dec 5, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૫

વિલાપ કરતાં કરતાં ને બહાવરા થઈને શ્રીરામ વનમાં સીતાજીને શોધતા ફરે છે.
રસ્તામાં તેમણે જટાયુને મરણતોલ હાલતમાં તરફડતો જોયો,જટાયુને જોઈ શ્રીરામનું હૃદય દ્રવી ગયું.જટાયુને શ્રીરામ પોતાના વડીલ સમજી માન આપતા હતા.જટાયુ દશરથનો મિત્ર હતો અને શનિશ્વર સામેના યુદ્ધમાં દશરથને મદદ કરવા પણ ગયો હતો.

Dec 4, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-002


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૪

આમ ઘણા વખત સુધી શિવજીની સમાધિ તૂટી નહિ એટલે કામદેવે શંકરના હૃદય પર ચોટ મારવા માંડી.મહાદેવજીને અત્યંત ક્રોધ થયો અને તેમણે ત્રીજું નેત્ર ઉઘાડ્યું અને તે નેત્રમાંથી નીકળેલી જ્વાળામાં કામદેવ બળીને ભસ્મ થઇ ગયો.ત્યારે કામદેવની પત્ની રતિ,રોતી રોતી શિવજી પાસે ગઈ અને દયાની યાચના કરી બંને હાથ જોડી ઉભી.
ભોળા શંભુને તો પ્રસન્ન થતાં પણ કેટલી વાર?તેમણે રતિને આશીર્વાદ આપ્યા કે-
તારો પતિ શરીર વિના સર્વત્ર વિચરશે,ને હવેથી તે “અનંગ” નામે ઓળખાશે.