હવે લક્ષ્મણે શ્રીરામનો પરિચય આપી,સીતાહરણની વાત કરી કહ્યું કે-સીતાને હરી જનાર રાક્ષસનો પત્તો લાગતો નથી અને તેથી અમે બંને ભાઈઓ સુગ્રીવને શરણે આવ્યા છીએ.
વાલ્મિકીજી કહે છે કે-અહો,કાળનું કેવું બળ છે!! પ્રતાપી રાજા દશરથના મહાસમર્થ પુત્ર વનચર જાતિના રાજા સુગ્રીવની કૃપા-પ્રસાદી ઈચ્છે છે !! હનુમાનજી કહે છે કે-લક્ષ્મણજી તમે ખેદ ના કરો,સૌ સારાં વાનાં થશે,સુગ્રીવ આપને અવશ્ય મદદ કરશે,તેને પણ વાલીની સામે લડવામાં આપની મદદની જરૂર છે,એમ કહીને એમણે વાલીના ત્રાસની બધી વાત કરી.