Dec 28, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૧

શ્રીરામ,વર્ષા-ઋતુમાં આમ આકાશને જુએ છે,પૃથ્વીને,વાદળાંને પહાડને જુએ છે,ને સીતાજીની યાદ અને વિરહને સમાવવાનો પ્રયત્ન કરે છે,પણ તેમની યાદ વધુને વધુ ગાઢ થતી જાય છે.શ્રીરામ લક્ષ્મણને કહે છે કે-હે,લક્ષ્મણ વર્ષા-ઋતુ વીતી ગઈ પણ હજુ સુધી,સીતાની કંઈ ભાળ લાગી નહિ,રાજા થયો ને સાહ્યબી મળી,એટલે સુગ્રીવ, પણ મને ભૂલી ગયો.અને આમ વિચારતાં એમને એટલો બધો ખેદ થઇ ગયો કે-એમનાથી બોલાઈ ગયું કે-શું એ પણ મોત માગે છે કે શું?

Dec 23, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૦

રામજી પ્રવર્ષણ પર્વત પર ચાતુર્માસ કરે છે.ચોમાસાના દિવસો છે.
એક શિલા પર શ્રીરામ ને લક્ષ્મણ બેઠા છે. આવી રીતે ઘણીવાર તેઓ બેસે છે,અને ત્યારે,લક્ષ્મણ મોટાભાઈને ધર્મનીતિના પ્રશ્નો પૂછે છે.શ્રીરામ તેના જવાબો આપે છે.
અને જ્ઞાન,વૈરાગ્ય-ભક્તિની અનેક કથાઓ કહી,લક્ષ્મણને આનંદ આપે છે.