Feb 19, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૩

સવારમાં જ રાવણને યુદ્ધ કરવા આવેલો જોઈને શ્રીરામ જરા ચિંતાતુર થયા,હજુ ગઈકાલનો થાક પણ ઉતર્યો નહોતો.એ વખતે અગસ્ત્યમુનિ પણ ત્યાં યુદ્ધ જોવા આવેલા હતા તેમણે રામજીને ચિંતાતુર થયેલા જોઈને કહ્યું કે-હે રામ,તમે “આદિત્ય હૃદય” સ્તોત્ર (સૂર્યનું સ્તોત્ર)નો ત્રણ વાર પાઠ કરો તો સર્વ શત્રુઓને જીતી શકશો.સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે અને રાવણ કાળનું સ્વરૂપ છે.સૂર્યદેવની સ્તુતિ વગર કાળ મરતો નથી.
યજુર્વેદમાં કહ્યું છે કે-સૂર્ય,એ સ્થાવર-જંગમ-તમામ પદાર્થોનો આત્મા છે.ને જગતને પ્રકાશિત કરે છે.

Feb 18, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૨

પોતે ખાલી બોલે છે ને કશું કરતો નથી,એવી-રામની વાત સાંભળી રાવણે તરત જ બાણોનો મારો ચલાવ્યો.રાવણને જોઈને શ્રીરામના ભાથામાં તેમના બાણો,જાણે ક્યારનાં યે ઊંચાં-નીચાં થઇ રહ્યાં હતાં,પણ ધૈર્ય-શીલ શ્રીરામ,પોતે ધીરજ ધરીને જાણે, તેમને પણ ધીરજ રાખવાનું કહેતા હતા,પરંતુ,હવે જ્યાં રાવણનાં બાણ છૂટ્યા,એટલે શ્રીરામે પણ પોતાનાં બાણો સામે છોડીને તે રાવણના બાણોનો કચ્ચરઘાણ કરી દીધો.

Feb 17, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૧

ત્યારે વિભીષણની આગળ “વિજયરથ” નું વર્ણન કરતાં શ્રીરામ કહે છે કે-
“શૌર્ય” અને “ધૈર્ય” એ આ વિજયરથનાં “બે પૈડાં” છે,જેમ,એક પૈડાથી રથ ના ચાલે,
તેમ,એકલું શૌર્ય પણ ના ચાલે,સાથે સાથે ધૈર્ય પણ જોઈએ.અને તે બંને સાથો-સાથ ચાલવાં જોઈએ.“સત્ય અને શીલ”-એ વિજયરથની “ધજા-પતાકા” છે,
“બળ,વિવેક,સંયમ અને પરોપકાર”-એ ચાર એના “ઘોડા” છે,
કે જે-“ક્ષમા,દયા,અને સમતા” ની “લગામ” થી રથમાં જોતરેલા છે.