Mar 6, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૬

વનમાં જવાની વાત પર જો શ્રીરામે જનતાના મત લીધા હોત તો –
મંથરા ને કૈકેયી ના બે મત સિવાયના બધા મત તેમને ગાદીએ બેસવાના મળત!!
પણ સાચે તો -રામરાજ્યમાં –એ બે મત પણ વિરુદ્ધમાં ના હોવા જોઈએ.
અરે,માનો કે-સર્વ સંમતિ હોય,ને કદાચ કૈકેયીને મંથરા કહે કે –રામ તમે ગાદી પર બેસો,
તો યે રામરાજ્ય ન થાય..!! રામ રાજ્યમાં કોઈ સત્તાના સ્વામી નથી.
રામરાજ્ય કોઈ વ્યક્તિની ભલાઈ કે બુરાઈ પર આધાર રાખતું નથી,પણ રામ-રાજ્ય એ “ધર્મ” નું રાજ્ય છે.”ત્યાગ” નું રાજ્ય છે.બીજાનું દુઃખ પોતાને માથે ઉપાડી લઇને પોતાનું સુખ વહેંચવાનું રાજ્ય છે.

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૫

યુવરાજ પદ સ્વીકારવા માટે,ભરતજીએ પહેલેથી જ ના પાડેલી,એટલે શ્રીરામે લક્ષ્મણજીને કહ્યું કે-હું તારો યુવરાજ પડે અભિષેક કરવા માગુ છું.લક્ષ્મણજીએ પણ સવિનય તે પદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો.એટલે શ્રીરામે ભરતજીને ફરી આગ્રહ કરી ને તેમનો (ભરતજી નો) આગ્રહ છોડાવ્યો,ને છેવટે શ્રીરામે ભરતજીને જ યુવરાજ-પદે સ્થાપ્યા.

Mar 4, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૪

વૈશાખ સુદ પાંચમના દિવસે શ્રીરામે અયોધ્યામાં પુનઃપ્રવેશ કર્યો,અને સાતમના દિવસે અયોધ્યાના રાજસિંહાસન પર તેમનો રાજ્યાભિષેક થયો.
સૌ પ્રથમ શ્રીરામે ભરત અને લક્ષ્મણની જટા ઉતારી અને ત્રણે ભાઈઓને પોતાના હાથે સ્નાન કરાવ્યાં.અને પછી પોતે પણ જટા ઉતારી સ્નાન કર્યું.પોતે ભાઈઓની સેવા કરે છે પણ ભાઈઓની સેવા લીધી નહિ.શ્રીરામ કહે છે કે-રાજાથી સેવા કરાય,સેવા લેવાય નહી. શ્રીરામ આવા ઉચ્ચ આદર્શ સાથે શરૂઆત કરે છે!!