Mar 12, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૨

પ્રભુએ દયા લાવીને કહ્યું કે-હે,કાક-ભુશુંડી,માગ,તું માગે તે આપું,રિદ્ધિ માગ,સિદ્ધિ માગ,જ્ઞાન માગ,વિજ્ઞાન માગ,વિવેક,વૈરાગ્ય કે મોક્ષ માગ.તને જે જોઈએ તે માગ.
કાક-ભુશુંડી,ગરુડજીને પોતાનો અનુભવ વર્ણન કરતાં કહે છે કે-હવે મારું માયાનું પડળ ખસી ગયું હતું,તેથી હું સમજી ગયો કે –પ્રભુ બધું આપવાનું કહે છે પણ ભક્તિનું નામ દેતા નથી.મને ખાતરી થઇ હતી કે ભક્તિ વિના બધાં સુખો અને બધા ગુણો નિરર્થક છે.

Mar 11, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૧

હે,ગરુડજી,શ્રીરામે ભક્તોને માટે મનુષ્ય-દેહ લીધો છે.આ બધી તેમની લીલા (માયા) છે.
શ્રીરામ એ કુશળ નટ (અભિનેતા-નાટ્ય-કલાકાર) છે,જેવો વેશ લીધો છે તેવો જ ભાવ તે બતાવે છે,તેથી જોનારા મોહે છે,ને નાટક ને સાચું માની લે છે.પણ શ્રીરામ પોતે સ્વસ્થ છે.અલિપ્ત છે.જેને આંખે કમળો થયો છે તે ચંદ્રમાને પીળો કહેશે,અને જેને દિશા-ભ્રમ થયો છે તે સૂરજને પશ્ચિમમાં ઉગ્યો છે તેમ કહેશે,નૌકામાં બેઠેલો માણસ પોતે સ્થિર છે ને જગત ચાલે છે તેમ કહેશે,અને ફૂદડી ફરતો બાળક,ઘર ફરે છે તેમ કહેશે.પણ આ બધા જેમ ખોટા છે –તેમ-શ્રીરામ માયા-વશ છે તેવું કહેનારા પણ ખોટા જ છે.

Mar 10, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૦

શિવજી કહે છે કે-હે,પાર્વતી,કાક-ભુશુંડી એવી સરસ કથા કરે છે કે-મને પણ એકવાર એ કથા સાંભળવાનો લોભ થયો,ને હંસનું રૂપ ધારણ કરીને મેં પણ એ કથા સાંભળી,
ભગવાન વિષ્ણુનો ગરુડ પણ એ કાકના મુખેથી કથા સાંભળી ધન્ય થઇ ગયો...!!
પાર્વતીજીને આ વાત સાંભળી ભારે આશ્ચર્ય થયું,તેમણે કહ્યું-કાગડો અને તે હરિભક્ત? નવાઈની વાત!!