Nov 14, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-015

ત્યારે ઇન્દ્રે,તેને ક્લેશને પામતો જોઈને પોતાના વજ્રને કહ્યું કે-'જા આ બ્રાહ્મણને મદદ કર'

વજ્ર લાકડીમાં પ્રવેશ થવાથી,તે દર ફાટી ગયું,ને ઉત્તંકે તે દરમાં (નાગલોકમાં) પ્રવેશ કર્યો,ત્યાં તેણે,

વિવિધ દેવમંદિરો,રાજમહેલો,ઘરોને વસ્ત્રશાળાઓ જોયાં,ને ત્યારે તેણે,નાગોની સ્તુતિ કરી,(127-133)

Nov 13, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-014

હવે ધૌમ્યનો ત્રીજો,વેદ નામે જે શિષ્ય હતો,તેને ગુરુએ આજ્ઞા આપી,કે 'તું અહીં થોડો વખત મારા ઘરમાં રહે અને સેવા કર,તારું કલ્યાણ થશે' 'બહુ સારું' એમ કહીને તે વેદ,લાંબા વખત સુધી ગુરુની સેવામાં રહ્યો,ગુરુએ તેને બળદની જેમ કામમાં જોતરી રાખ્યો,પણ ટાઢ-તડકો,ભૂખ-તરસ-આદિ સર્વ દુઃખો સહન કરીને તે સેવા કરતો રહ્યો,એટલે ગુરુ તેના પર પ્રસન્ન થયા અને તેનું કલ્યાણ થયું ને  તેને સર્વજ્ઞતા મળી.ગુરુ દ્વારા,આ શિષ્ય 'વેદ'ની કસોટી હતી.પછી,ગુરુની આજ્ઞાથી તેણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો (74-80)

Nov 12, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-013

પૌષ્ય-પર્વ 

અધ્યાય-૩-જન્મેજયને સરમાનો શાપ-ધૌમ્યના શિષ્યોની કથા-ઉત્તંક તથા પૌષ્યનું ચરિત્ર 

II सौतिरुवाच II जनमेजयः पारिक्षितः सहभ्रात्रुभि: कुरुक्षेत्रे दीर्घसत्रमुपास्ते II 

तस्य भ्रातरस्त्रः श्रुतसेन उग्र्सेनो भीमसेन इति II तेषु तत्सत्रमुपासीनेष्वागच्छ्त्सारमेयः II १ II 

સૂતજી (સૌતિ કે સૂતપુત્ર) બોલ્યા-પરીક્ષિતપુત્ર જન્મેજયે પોતાના ભાઈઓની સાથે,

કુરુક્ષેત્રમાં દીર્ઘ સત્રનું અનુષ્ઠાન કર્યું.તેમાં શ્રુતસેન,ઉગ્રસેન અને ભીમસેન એ ત્રણ ભાઈઓ બેઠા હતા,

ત્યારે એક કૂતરો ત્યાં આવી પહોંચ્યો,જન્મેજયના ભાઈઓએ તેને મારીને ત્યાંથી હટાવ્યો,

એટલે તે કૂતરો રડતો રડતો તેની માતા (સરમા) પાસે ગયો.માતાએ તેને રોવાનું કારણ પૂછ્યું,

તો તેણે કહ્યું કે-'જન્મેજયના ભાઈઓએ તેને માર્યો છે' માતાએ કહ્યું કે-'તેં કંઈ અપરાધ કર્યો હશે' 

ત્યારે કૂતરાએ કહ્યું કે-મેં કશો દોષ કર્યો નથી,યજ્ઞના પદાર્થોને મેં જોયા સરખોયે નથી કે તેને ચાટ્યા પણ નથી'