Oct 23, 2021
Oct 22, 2021
Gujarati-Ramayan-Rahasya-109-ગુજરાતી-રામાયણ-રહસ્ય-109
શોક ના કરો.જીવની ગતિ ઈશ્વરાધીન છે.હું નિશ્ચયપૂર્વક કહું છું કે,ત્રણે ભવનોના
પુણ્યાત્મા લોકો,તમારા કરતાં ઉતરતા છે. હે ભરત,તમારા નામનું સ્મરણ કરતાં સર્વ તાપ,પાપ,અજ્ઞાન અને અમંગલનો નાશ થશે,અને આ લોકમાં તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થશે.વેર અને પ્રેમ ઢાંક્યાં ઢંકાતાં નથી,પારધીને જોતાં જ પશુ પંખીઓ ભાગી જાય છે અને મુનિઓ પાસે તે નિર્ભય થઇ ને ફરે છે.પશુપંખીઓ પણ પ્રેમને ઓળખે છે,તો મનુષ્ય કેમ ઓળખી શકે નહિ?
હું તમને ઓળખું છું.તેથી તમે જે કહો તે કરવા હું તૈયાર છું.
Oct 21, 2021
Gujarati-Ramayan-Rahasya-108-ગુજરાતી-રામાયણ-રહસ્ય-108
શ્રાદ્ધમાં વસ્તુની નહિ પણ ભાવનાની જરૂર હોય છે.શ્રીરામે ચૌદ વર્ષ દરમ્યાન માત્ર કંદમૂળ અને ફળનું જ સેવન કર્યું હતું,અનાજ અને ધાન્યના દાણાને સ્પર્શ પણ કર્યો નહોતો,તેથી અત્યારે ફળથી જ પિંડદાન કર્યું.વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે-શ્રાદ્ધ માટે ધન-સંપત્તિ કે બીજી કોઈ પણ ચીજ નહિ હોય તો ચાલશે,માત્ર શ્રદ્ધા ભાવે હાથ ઉંચા કરી પિતૃઓનું સ્મરણ કરી કહેવાનું કે-હે પિતૃઓ,હું ભક્તિ પૂર્ણ હૃદયે તમને પ્રણામ કરું છું.મારી ભક્તિથી તમે તૃપ્ત થાઓ.
Oct 20, 2021
Gujarati-Ramayan-Rahasya-107-ગુજરાતી-રામાયણ-રહસ્ય-107
જયારે લક્ષ્મણજીની નજર પર્ણકુટીની બહારના રસ્તા પર છે.આ બાજુ, ભરતજીએ
રામજીને દુરથી જોયા ને રસ્તા પર જ દંડવત પ્રણામ કરતાં કહે છે કે-હે પ્રભુ રક્ષા કરો-
હે પ્રભુ રક્ષા કરો.લક્ષ્મણજીની નજર ભરત પર પડી અને તે બોલી ઉઠયા કે-અરે,અરે
આ દંડવત પ્રણામ કરતો કરતો,આવતો દેખાય તે તો ભરત.છે,
એટલે તેમણે રામજીને કહ્યું કે-ભરત તમને પ્રણામ કરતો કરતો આવે છે.
Subscribe to:
Posts (Atom)