Oct 29, 2021

Gujarati-Ramayan-Rahasya-114-ગુજરાતી-રામાયણ-રહસ્ય-114

રામરાજ્યની સ્થાપના પહેલાં બે યુદ્ધ લડાય છે.એક લંકામાં ને બીજું અયોધ્યામાં.
એક રામજી લડે છે અને બીજું ભરતજી લડે છે.રામજી નું યુદ્ધ બાહ્ય છે,ભરતજીનું યુદ્ધ આંતરિક છે.શ્રીરામ કામ-વાસના સામે લડીને વિજય મેળવે છે,ભરતજી લોભવાસના 
સામે લડી ને જીતે છે.અને આ બે જીત થયા પછી જ રામ-રાજ્ય થાય છે.
“કામ-વાસના” નું પ્રતિક,શૂર્પણખા અને રાવણ છે,
“લોભ-વાસના”નું પ્રતિક મંથરા અને કૈકેયી છે.

Oct 28, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-9-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-9


Gujarati-Ramayan-Rahasya-113-ગુજરાતી-રામાયણ-રહસ્ય-113

એવું શાસ્ત્ર વચન જરૂર છે કે-પિતાની આજ્ઞા ઉચિત-અનુચિતનો વિચાર કર્યા વગર પાળવી.
પણ આના શબ્દાર્થ લેતાં પહેલા તેનો ભાવાર્થ સમજવાની જરૂર છે.આ શાસ્ત્ર વચનની પાછળ એ “અપેક્ષિત” છે કે-પિતા,અનુચિત-ઉચિતનો વિચાર કરીને જ આજ્ઞા કરશે.
અનુચિત આજ્ઞા પિતા કદી કરશે જ નહિ.(પોતાનું પિતૃત્વ સાચવીને બોલે-આજ્ઞા આપે તે જ સાચો પિતા) અનુચિતનો વિચાર કરે નહિ તો તે પિતા નથી.પુત્રના હિતનો ચારે બાજુથી વિચાર કરવાની જવાબદારી પિતાને શિરે છે.અને એ જવાબદારીનું સમજ-પૂર્વક પાલન કરી,ને પિતા આજ્ઞા કરે છે.ફાવે તેમ નહિ.તેણે પણ,શાસ્ત્ર,નીતિ,ધર્મના નિયમોને વશ થઈને ચાલવાનું હોય છે.

Oct 27, 2021

Gujarati-Ramayan-Rahasya-112-ગુજરાતી-રામાયણ-રહસ્ય-112

ભરતજીનું આ ચરિત્ર અતિ પાવનકારી છે,તુલસીદાસજી કહે છે કે-જે એનું ભક્તિ-પૂર્વક શ્રવણ-મનન કરશે,તેને અવશ્ય શ્રીસીતારામના ચરણોમાં પ્રેમ થશે,અને સંસારથી વૈરાગ્ય થશે.મહારાજા દશરથ,શ્રીરામને ગાદીએ બેસાડી રામરાજ્યની સ્થાપના કરવા માગતા હતા,પણ રામરાજ્યની સ્થાપના તેમને હાથે થઇ નથી,એ તો થાય છે ભરતજીના હાથે ચિત્રકૂટમાં.દશરથજીની રામરાજ્યનો સંકલ્પ શુભ છે,પવિત્ર છે તો યે તેમાં વિઘ્ન આવે છે.મહાન લક્ષ્ય તરફ આગળ વધતાં વિઘ્ન તો આવવાનું જ,જેટલું લક્ષ્ય મહાન એટલું વિઘ્ન મહાન.દશરથ રાજાના રામરાજ્યની સ્થાપનાના સંકલ્પમાં એવું મોટું વિઘ્ન આવ્યું કે-તેમાં દેશ,કાળ અને વ્યક્તિ પણ બદલાઈ જાય છે.