Dec 8, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૮
પ્રભુના ભક્તો,પ્રભુને મળવાની આશામાં જ જીવતા હોય છે.
મહાત્માઓ કહે છે કે-કદી જીવ પર આશા બાંધશો નહિ,આશા રાખો તો કેવળ ઈશ્વરની જ રાખજો.આશા પૂરી કરવાનું સામર્થ્ય કેવળ એક પ્રભુમાં જ છે.જપ,તપ,દાન બધું કરો,
મહાત્માઓ કહે છે કે-કદી જીવ પર આશા બાંધશો નહિ,આશા રાખો તો કેવળ ઈશ્વરની જ રાખજો.આશા પૂરી કરવાનું સામર્થ્ય કેવળ એક પ્રભુમાં જ છે.જપ,તપ,દાન બધું કરો,
પણ એટલું સમજી રાખજો કે-સંતના અનુગ્રહ વગર-સત્સંગ વગર સતત-તીવ્ર ભક્તિ થતી નથી.તીવ્ર ભક્તિ વગર પ્રભુ મળતા નથી.
Dec 7, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૭
પૂર્વજન્મમાં શબરી એક રાજાની રાણી હતી,વ્યવહારમાં રાજ-રાણીનું સુખ મોટું ગણાય છે,પણ શબરીને રાજ-રાણીના એ સુખમાં દુઃખ દેખાતું હતું,કારણકે તેને સાધુ-સંતોની તનથી સેવા કરવી હતી.જો કે એક રાણી તરીકે તે સેવા તે ધનથી કરી શકતી હતી,પણ તેમ તેને સંતોષ નહોતો.તેને તો તનથી સંતોની સેવા કરવી હતી તે એક રાજરાણી તરીકે કરી શકતી નહોતી.એકવાર તે પ્રયાગમાં યાત્રાએ ગઈ,ત્યાં તેને અનેક સંતોનાં દર્શન થયાં,ત્યાં પણ એક રાજરાણી તરીકે તેમની સેવા ના કરી શકી એટલે એને એટલું દુઃખ થયું કે-“હે,પ્રભુ આવતા જન્મે મને સંત-સેવા કરવાની તક આપજે” કહી એને ગંગાજીમાં પડી દેહ છોડ્યો.
Subscribe to:
Posts (Atom)