કિષ્કિંધાકાંડ
શબરીનો ઉદ્ધાર કરી શ્રીરામ ઋષ્યમૂક પર્વત તરફ આગળ વધ્યા.
તે વખતે વાનરરાજ સુગ્રીવ પોતાના સલાહકારોથી વીંટળાઈને પર્વત પર બેઠેલો હતો.
શબરીનો ઉદ્ધાર કરી શ્રીરામ ઋષ્યમૂક પર્વત તરફ આગળ વધ્યા.
તે વખતે વાનરરાજ સુગ્રીવ પોતાના સલાહકારોથી વીંટળાઈને પર્વત પર બેઠેલો હતો.
દૂરથી તેમણે રામ-લક્ષ્મણને જોયા.જટાધારી તપસ્વી વેશમાં પણ તેમની વીર-પ્રતિભા,
સુગ્રીવથી છાની રહી નહિ.એને બીક લાગી કે –મારા દુશ્મન બનેલા મારા ભાઈ વાલીએ,મારો નાશ કરવા તો આમને મોકલ્યા નહી હોયને? કદાચ મારો વિશ્વાસ સંપાદન કરવા આવો સાધુવેશ તો ધારણ નહી કર્યો હોયને? સુગ્રીવે પોતાના મનની આ શંકા પોતાના સાથીદારોને કહી.અને તે ભયનો માર્યો ધ્રુજી ઉઠયો.