Jan 21, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-લંકાકાંડ-૧૮૧
લંકાકાંડ
તુલસીદાસજી કહે છે કે-રામની કૃપાથી શું નથી થતું? તુચ્છ ગણાતો વાનર,જે “રાક્ષસ” એવા નામનો ઉચ્ચાર થતાં બી ને ભાગે,અને જે રાક્ષસનો ખોરાક ગણાય,તે આજે રાક્ષસોના રાજા રાવણની સામે લડવા નીકળે છે.વાનરોના ઉત્સાહનો પાર નથી,તેમની બધી ચંચળતા રણ-મેદાનમાં જવા અધીરી બની ગઈ છે.કોઈ કોઈ તો એવા કુદકા ને છલાંગો મારતા ચાલે છે કે-જાણે આકાશ-માર્ગે ઉડતા જતા હોય.વૃક્ષો અને પથ્થરો તેમનાં શસ્ત્રો બની ગયા છે ને બધા એક સાથે પોકાર પાડતા જાય છે કે-સિયાવર રામચંદ્રકી જય.અને કૂચકદમ કરતી રામજીની વિરાટ વાનર સેના સમુદ્ર કિનારે પહોંચી.

Jan 20, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૦
સ્વામી (માલિક) અને સેવકનો વ્યવહાર કેવો હોય? તે શ્રીરામ અને હનુમાનજી આપણને સમજાવે છે.હનુમાનજીનો આદર્શ અને ધર્મ છે-નિષ્કામ સેવાનો.માત્ર કર્મ કરવા પર અધિકાર રાખ્યો છે,કર્મના ફળ પર કોઈ અધિકાર રાખ્યો નથી,”મેં કશું કર્યું નથી-પ્રભુએ કરાવ્યું ને બધું ફળ પ્રભુનું છે” તો પછી સ્વામીનો ધર્મ શું? સ્વામીનો ધર્મ છે- સેવકની કદર કરવાનો.
શ્રીરામ ફરી ફરી હનુમાનજીને છાતી સરસા લગાવે છે,ને આંખમાં હર્ષના આંસુ સાથે કહે છે કે-“હું તારા ઉપકાર હેઠળ છું,હું તારું ઋણ કોઈ રીતે વાળી શકું તેમ નથી.”

Subscribe to:
Comments (Atom)