રાવણને ખબર પડી કે-કાલનેમિને મારી હનુમાન ઔષધિ લઇ આવ્યા કે જેનાથી લક્ષ્મણ મૂર્છામાંથી ઉઠયા છે એટલે તેને પોતાને મૂર્છા આવી ગયા જેવું જ થયું.
રાક્ષસોની મોટાભાગની સેના ખતમ થઇ ગઈ હતી,હવે શું કરવું?વિચાર કરતાં તેને પોતાનો ભાઈ કુંભકર્ણ યાદ આવ્યો.કુંભકર્ણને બે વાનાં પ્રિય હતાં-ખાવું અને ઊંઘવું.ખાઈને ઊંઘવા માંડે ને ઊંઘમાંથી ઉઠે ત્યારે ખાવા લાગે.રાવણે વિચાર કર્યો કે કુંભકર્ણને ઉઠાડું.પણ તેને ઉઠાડવાનું એટલું સહેલું નહોતું.
